તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદીમાં ભારે વિસંગતતા:રાજ્યમાં ફંગસના નવા 15 કેસ, કચ્છમાં એકેયનો ઉમેરો નહીં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં અત્યાર સુધી 4942 કેસમાંથી કચ્છ જિલ્લાના 48 : કચ્છમાં 2 ખાનગી અને 7 સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • રાજ્યમાં મ્યુકરમાઈકોસીસથી મૃત્યુ રેટ 8.6 ટકા બતાવાયો છે જોકે, રાજ્ય અને જિલ્લા સ્તરની યાદીમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે

ગુજરાત રાજ્યમાં રાજ્ય સ્તરની બનેલી યાદી મુજબ સોમવારે મ્યુકરમાઈકોસીસ અેટલે કે ફંગસના 15 કેસનો ઉમેરો થયો છે, જેમાં 2 દર્દીના મોત થયા છે. જોકે, કચ્છ જિલ્લામાં અેકેય કેસ ઉમેરાયો નથી અને અેકેય દર્દીનો મોત બતાવાયો નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4942 કેસ ચોપડે ચડ્યા છે, જેમાંથી કચ્છ જિલ્લાના 48 કેસ બતાવાયા છે.

ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઅો અને 8 મહાનગરપાલિકા સહિત 41 વિસ્તારોમાં મ્યુકરમાઈકોસીસના હજુ સુધી કુલ 4942 કેસ બતાવાયા છે, જેમાંથી સરકારી 3434 અને ખાનગી 1508 હોસ્પિટલમાંથી નોંધાયા છે. સોમવારે વધુ 15 કેસ ઉમેરાયા છે, જેમાં 13 સરકારી અને 2 ખાનગી હોસ્પિટલમાંથી નોંધાયા છે.

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સરકારી હોસ્પિટલમાં 34 અને ખાનગી હોસ્પિટલમાં 14 મળી કુલ 48 કેસ નોંધાયા છે, જેમાંથી સરકારી હોસ્પિટલમાં 7 અને ખાનગી હોસ્પિટલમાં 2 મળી કુલ 9 દર્દી સારવાર હેઠળ બતાવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી મ્યુકર માઈકોસીસથી કુલ 427ના મોત થયા છે, જેમાં સરકારી હોસ્પિટલમાં 342 અને ખાનગી હોસ્પિટલમાં 81 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.

રાજ્યમાં હાલ અત્યારે કુલ 1554 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 1007 દર્દી સરકારી હોસ્પિટલમાં અને 547 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં મ્યુકરમાઈકોસીસથી મૃત્યુ રેટ 8.6 ટકા બતાવાયો છે. જોકે, રાજ્ય અને જિલ્લા સ્તરની યાદીમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...