તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:કચ્છની 15 સહકારી હાઉસિંગ મંડળી ફડચામાં, લેણદારો જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરે

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

કચ્છના મદદનીશ રજીસ્ટ્રાર દ્વારા અંજાર, કંડલા, ગાંધીધામ, રાપર, પત્રી, દેશલપર કંઠી અને ભુજની 15 જેટલી મંડળી ફડચામાં હોવાનું જાહેર કર્યું છે તેની સાથે સૂચિત મંડળીઓ પાસે જેનું લેણું હોય તેમણે ભુજ સ્થિત જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ જાણ કરવા તાકીદ કરાઇ છે.

અંજારની પ્રભુકૃપા હાઉસીંગ સોસાયટી, કંડલા ડોક એન્ડ પોર્ટ હાઉસીંગ સોસાયટી, યાદવકુળ ગૃહ નિર્માણ સહકારી મંડળી પત્રી, નવકાર હાઉસીંગ સોસાયટી દેશલપર,તા.મુન્દ્રા, શ્રેયાંસનાથ સોસાયટી રાપર, નિરાંત હાઉસીંગ સોસાયટી ગુંદાલા, રઘુનંદન હા. સોસાયટી રાપર, ભુવનેશ્વરી હા. સોસાયટી ભુજ, બાગેશ્રી પાર્ક હા. સોસાયટી આદિપુર, શાંતિનિવાસ લો ઈન્કમ ગ્રુપ સોસાયટી રાપર,

પાર્શ્વનાથ હા. સોસાયટી રાપર, સ્વામીનિત્યાનંદ સોસાયટી આદિપુર, પરમજીત હાઉસિંગ સોસાયટી ગાંધીધામ, સુરુચી હા. સોસાયટી ગાંધીધામ અને સાધુ વાસવાણી નિકેતન કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી આદિપુરને ફડચામાં લઇ જવામાં આવી છે. આ મંડળીઓ પાસે જેમનું લેણું હોય તેમણે તેનો હિસાબ જરૂરી આધાર પુરાવા સાથે 60 દિવસમાં જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો