ભુજની એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલમાં યોજાયેલા કેમ્પમાં 141 દર્દીઅોને વિનામૂલ્યે આંખના અોપરેશન કરી અપાયા હતા. અા ટાંકણે દાતાઅે સાડા સાત લાખનું ડાયાલિસીસ મશીન આપવાની જાહેરાત કરી હતી. દાતા રાધાબેન નારાણ સેંઘાણી (માધાપર), નમ્રતાબાઇ મહાસતીજીની પ્રેરણાથી દાતા સ્વ. ઇશ્વરભાઇ જયચંદ શાહ, સ્વ.નિર્મળાબેન ઇશ્વરભાઇ શાહ, પ્રભુદાસભાઇ ખેતશીભાઈ સોની, સાવિત્રીબેન પ્રભુદાસભાઇ સોનીના સહયોગથી કચ્છના આંખના દર્દીઓને આવરી લઇને 141 જરૂરિયાતમંદ લોકોના વિનામૂલ્યે આંખના ઓપરેશન કરી અપાયા હતા.
સુંદરબેન મુળજીભાઇ ભુડિયા, ગોપાલ પ્રેમજીભાઇ ભુડિયા, કાંતાબેન ભુડિયા, અશિતાબેન ભુડિયા, શિતલબેન ભુડિયા, જીનલભાઈ ભુડિયાઅે મોભી સ્વ. પ્રેમજી મુળજીભાઈ ભુડિયા, સ્વ.પરબત પ્રેમજીભાઈ ભુડિયાની સ્મૃતિમાં ડાયાલિસીસના દર્દીઓની સેવા માટે સાડા સાત લાખની કિંમતનું એક ડાલિસીસ મશીન હોસ્પિટલને આપવાની જાહેરાત કરી હતી. હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાઅે સેવાકીય પ્રવૃત્તિની આછેરી ઝલક આપી દાતાઅોનું સન્માન કર્યું હતું. જીણાભાઇ ગાંગજી દબાસિયા, હરીશ સેંઘાણી, વેલુબેન સેંઘાણી, કાંતાબેન સેંઘાણી, યશ્વી સેંઘાણી, ગોવર્ધન પટેલ, પ્રકાશ કાંતિલાલભાઈ શાહ, આશાબેન પ્રકાશ શાહ, અમિત નવિનચંદ્ર દલાલ, લીનાભાઈ અમિત દલાલ, રીના અભય, અશિન સોલંકી વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.