ઠગાઇ:માંડવીના અનેક લોકોને લાલચ આપી વડોદરાના ઠગે કરી 1.41 કરોડની છેતરપીંડી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષ જૂના કેસમાં અંતે ગુનો દાખલ

માંડવી ખાતે લેન્ડ ડેવલોપર્સ અન્ડ ઇન્ફાસ્ટ્રકચર ઇન્ડિયા લીમીટેડ નામના નામે વડોદરાના ધૂતારાએ માંડવીમાં લોકો પાસેથી 63 મહિનામાં રોકેલા નાણા ડબલ કરવાની લાલચ આપીને નાણા કે જમીન પ્લોટ ન આપી રૂપિયા 1.41 કરોડની ઠગાઇ છેતરપીંડી કરી હોવાના 5 વર્ષ જુના કેસમાં આરોપી વિરૂધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

માંડવીના આઝાદ ચોક ખાતે કાર્યરત કરાયેલી લેન્ડ ડેવલોપર્સ એન્ડ ઇન્ફાસ્ટ્રકચર ઇન્ડિયા લીમીટેડ કંપનીની સ્કાય ડેવલોપર્સ નામેથી ઉભી કરેલી ઓફિસમાં ગત 2014થી 2016 દરમિયાન બન્યો હતો. વડોદરાના મકનપુરા ખાતે રહેતા અને પોતાને કંપનીના પ્રોપરાઇટર તરીકેની ઓળખ આપનારા રાજકુમાર રામમનોહરલાલ કટીયાર નામના શખ્સે માંડવી શહેરના લોકો પાસેથી સ્કીમોના માધ્યમથી કંપનીમાં રૂપિયાનું રોકાણ કરાવી અને તે રૂપિયા 63 મહિનામાં ડબલ કરી આપવાની તેમજ જમીન કે પ્લોટ આપવાની લોભામણી લાલચ આપીને રોકેલા નાણા કે પ્લોટ નહિ આપી માંડવી શહેરના લોકો અને એજન્ટો સાથે રૂપિયા 1,40,78,938 જેટલી માતબર રકમ એકઢી કરી પલાયન થઇ જતાં આરોપી વિરૂધ માંડવી પોલીસ મથકમાં માંડવી રહેતા માંડવી રહેતા ભુપેન્દ્રભાઇ લાલજીભાઇ ડાભીએ છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ચૌધરીએ હાથ ધરી છે.

ચીટર વિરૂધ અન્ય પોલીસ મથકમાં 5 ગુના નોંધાયા છે
વડોદરાના ચીટર રાજકુમાર વિરૂધ રાજસ્થાન, અમદાવાદ, રાજકોટ અને હિંમતનગર સહિતના પાચેક પોલીસ મથકમાં છેતરપીંડી વિસ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ ચુકી છે. દરમિયાન માંડવીના છેતરાયેલા શખ્સે પશ્ચિમ કચ્છ એલસીબી ખાતે અરજી કરી હતી એ અનુસંધાને માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...