બેન્ક હડતાળ:ખાનગીકરણના વિરોધમાં આજથી બે દિવસીય બેન્ક હળતાળમાં કચ્છ જિલ્લાના 1400 કર્મીઓ જોડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના 8 બેન્ક સંગઠન દ્વારા સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં હડતાળ પડાઈ
  • ચાર દિવસ બેન્કો બંધ રહેવાથી જિલ્લામાં રૂ. 400/500 કરોડના વ્યવહાર ખોરવાઈ જવાની સંભાવના

દેશની સાથે કચ્છ જિલ્લામાં પણ સરકારી બેન્કોએ આજે ગુરૂવારથી નાણાકીય વ્યવહાર બંધ રાખી સરકાર દ્વારા બેન્કોના ખાનગીકરણ મુદ્દે વિરોધ દર્શાવી બે દિવસીય હડતાળનો પ્રારંભ કર્યો છે. જેને લઈ આવતી કાલે શુક્રવારે અને શનિવાર-રવિવારની રજાના કારણે સળંગ ચાર દિવસ બેન્કો બંધ રહેશે. જેના કારણે જિલ્લામાં રૂ. 400/500 કરોડના આર્થિક વ્યવહાર ખોરવાઈ જવાની સંભાવના બેન્ક કર્મચારીઓએ વ્યક્ત કરી હતી.

જિલ્લા મથક ભુજ ખાતે આજે ગુરૂવારે માંડવી ઓક્ટ્રોય નજીકની બેન્ક ઓફ બરોડાની શાખા બહાર બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ એકઠા થયા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારી બેન્કોનું સરકાર ખાનગીકરણ કરી શકે છે. જે વાતનો વિરોધ નોંધાવવા દેશના 8 બેન્ક સંગઠન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી છે.

આ હડતાળના ભાગરૂપે જિલ્લાના 1400 જેટલા બેન્ક કર્મચારીઓએ વિવિધ મથકે આ વિશે સુત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતે પણ બીઓબી અને એસબીઆઈ બેન્ક દ્વારા હડતાળ પડાઈ હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...