તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ વેસ્ટ:કચ્છમાં મતદાન મથકોઅે મતદારો માટે 14 લાખ યૂઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોઝ

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 12751 સેનેટાઈઝર વેસ્ટ બેગ ઉપરાંત 2059 બાયો મેડિકલ વેસ્ટ બેગ રિઝર્વ સ્ટોકમાં
 • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીએ પેઢીને ઓર્ડર પણ આપી દીધા

કચ્છમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે મતદારો માટે 14 લાખ ઉપરાંત યૂઝ અેન્ડ થ્રો હેન્ડ ગ્લોઝ સહિતના વિવિધ સાધનોનો ઉપયોગ થશે. જે રિઝર્વ સ્ટોક માટે મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીની કચેરીઅેથી અોર્ડર પણ અપાઈ ગયા છે.

મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. જે. અો. માઢકે જણાવ્યું હતું કે, 28મી ફેબ્રુઅારીઅે જિલ્લા પંચાયત ઉપરાંત 10 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકાની ચૂંટણી થવાની છે, જેથી 1895 મતદાન મથકોઅે 15.15 લાખ મતદારો માટે તકેદારીના પગલા રૂપે અાગલા દિવસે જ તમામ બૂથોને સેનેટાઈઝ કરવામાં અાવશે. મતદાન કેન્દ્ર બહાર પેરા મેડિકલ સ્ટાફ કે અન્ય કર્મચારીઅો દ્વારા મતદારનું ટેમ્પરેચર ગનથી તાપમાન ચેક કરાશે.

જો નિયત કરતા વધારે તાપમાન હશે તો તે વ્યક્તિને અલગ બેસાડવામાં અાવશે. તાપમાન નોર્મલ થયા બાદ તેને મતદાન કરવા દેવામાં અાવશે. જે સમયે મતદારના હાથ સેનેટાઈઝ કરાશે. ઈ.વી.અેમ. બટન દબાવવા માટે અેક હાથમાં હેન્ડ ગ્લોઝ અપાશે. જે માટે 15 લાખ યૂઝ અેન્ડ થ્રો હેન્ડ ગ્લોઝ, 12751 સેનેટાઈઝર વેસ્ટ બેગ ઉપરાંત 2059 બાયો મેડિકલ વેસ્ટ બેગ રિઝર્વ સ્ટોકમાં રખાશે.

પંચાયત અને નગરપાલિકા માટે સ્ટોક
સાધનપંચાયત જથ્થોનગરપાલિકા જથ્થોકુલ
થર્મલ ગન18835432426
ફેસ શિલ્ડ290761286141937
થ્રી લેયર માસ્ક18824363034251277
અેન-95 માસ્ક25468863734105
હેન્ડ ગ્લોવ્ઝ292791116240441
સેનીટાઈઝર બોટલ9455329612751
લીક્વિડ શોપ267710753752
પી.પી.ઈ. કિટ31599574116
હેન્ડ ગ્લોવ્ઝ10500003500001400000
(યૂઝ અેન્ડ થ્રો)
બાયોમેડીકલ વેસ્ટ બેગ15804792059
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો