તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:શહેરમાં ધોળા દિવસે ખુલ્લા મકાનમાંથી 1.4 લાખની ચોરી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 65 હજાર રોકડા અને 39 હજારના દાગીના ઉપાડી જવાયા

ભુજના સેજવાળા માતમ વિસ્તારના બાવાગોર ફળિયામાં ધોળા દિવસે મકાનના ખુલા દરવાજામાંથી પ્રવેશી તસ્કરોએ અંદરથી 65 હજાર રોકડા અને 39 હજારના માલમત્તાની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે.માત્ર અડધી કલાકમાં જ થઇ જતાં આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.પ્રપ્ત વિગતો મુજબ ભુજના બાવાગોર ફળિયામાં સીદી સમેજવાડીમાં રહેતા હફસ ઈકબાલભાઈ કુરેશીના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેમના જમાઈ ઈમરાન મકવાણાના જણાવ્યા પ્રમાણે ઘરમાં તેમના સાસુ અને સાળી રહે છે. તેની સાળી સવારે 10થી સાડા 11 વાગ્યા દરમિયાન ટ્યુશન કરાવે છે.

ત્યારે શનિવારે પણ રાબેતા મુજબ સાડા 11 વાગ્યા સુધી ટ્યુશન કરાવાયુ હતુ. બાદમાં બન્ને માતા-પુત્રી નજીક જ આવેલા કાકાના ઘેર ગયા હતા. તે દરમિયાન 12 થી સાડા 12 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો ઘરના પાછળના દરવાજાને ખોલીને તસ્કરી કરી હતી.

ઘરમાંથી રોકડ રૂપિયા 65 હજાર અને સોનાની ચેઈન, પેન્ડલ, બુટીયાની જોડ અને હાથની પોચી કિંમત રૂપિયા 39 હજાર સહિત મળીને તસ્કરો 1 લાખ 4 હજાર ના મુદામાલની ચોરી જારી જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસ આસપાસના લોકોના તથા ફરિયાદીના નિદેવન લઇ તપાસ હાથ ધરશે.

અન્ય એક બંધ ઘરમાંથી 45 હજારની ચોરી
ભુજમાં રામનગરી વિસ્તારમાં રહેતા કાંતિ રણછોડ પટ્ઠણીના બંધ ઘરને નિશાન બનાવીને કોઇ અજાણ્યા શખ્સોએ ઘરનું લોક તોડી ઘરમાંથી રૂપિયા 45 હજારની ચોરી કરી જતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો