તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:શહેર માટે કુકમા સંપે કલાકે 14 લાખ લી. પાણી શુદ્ધ થશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 59 લાખ રૂપિયાના ખર્ચે 2 વર્ષના સંચાલન સાથે ઠેકો અપાયો
  • ભુજ નગરપાલિકાઅે ધારાસભ્ય અને નગરપતિના હસ્તે કર્યું લોકાર્પણ

ભુજમાં શહેરીજનોને નર્મદાનું પીવાનું પાણી અપાય છે. જેને કુકમા સંપેથી શુદ્ધ કરીને મોકલવા માટે 59 લાખ રૂપિયાના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ કરાયું છે. જેનું 2 વર્ષ સુધી સંચાલન ઠેકેદારે કરવાનું રહેશે. અેવું ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્ય અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે લોકાર્પણ કરતા જણાવી વધુમાં ઉમર્યું હતું કે, ભુજવાસીઅોને હવે ફટકડીથી પાણી શુદ્ધ કરવાની જરૂર નહીં પડે અને અાવતા અેક વર્ષમાં પાણીની સમસ્યા પણ ઉકેલાઈ જશે.

વધુ વિગત અાપતા કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું કે, બંધ પડેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને 24 લાખના ખર્ચે રિપેર કરાયો છે. અે ઉપરાંત 35 લાખ રૂપિયા વીજ ખર્ચ સહિત 2 વર્ષ સુધી સંચાલન માટે ચૂકવાશે. જે તમામ રકમ અત્યાર ચૂકવાઈ નથી. પરંતુ, અાવતા 2 વર્ષ દરમિયાન ચૂકવાશે. હાલ અંદાજે અાઠેક લાખ રૂપિયા ચૂકવાયા છે.

કાર્યક્રમમાં ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, શાસક પક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા, નગરસેવકોમાં સાત્વિક ગઢવી, રાજેશ ગોર, ધીરેશ ગુંસાઈ, હનીફ માંજોઠી, ધીરેન શાહ, સાવિત્રી જાટ, બિંદીયા ગોસ્વામી, મનુભા જાડેજા, કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ, ઘનશ્યામ સી. ઠક્કર, કમલ ગઢવી, ધર્મેશ જોશી, શીતલ શાહ, જયંત ઠક્કર, હિરેન રાઠોડ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...