તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:આજથી 14 દિવસ સરકારી કચેરીઓની 100 મી. ત્રિજ્યામાં ધરણા પર મનાઇ

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કચેરીઓમાં 4થી વધુ લોકોને ભેગા થવા પર અને વચેટિયાઓના પ્રવેશ પર પાબંદી

તા.19-2 સુધી સરકારી કચેરીઓની 100 મીટરની ત્રિજ્યામાં ધરણા પર બેસવા, કચેરીઓમાં 4થી વધુ લોકોને ભેગા થવા પર પાબંદી લદાઇ છે. જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે, અંદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે, ઉપવાસ ઉપર બેસવા મનાઇ ફરમાવાઇ છે.

ઉપરાંત 4થી વધુ લોકોને કચેરીઓમાં એકત્ર થવા પર રોક લગાવાઇ છે. કચેરીઓ નજીકના સ્થળે કેટલાક વ્યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યકિત, ઈસમો પ્રવૃતિ કરતા હોઇ આવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલા દ્વારા મનાઇ ફરમાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો