કામગીરી:કચ્છમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ 1364 કામો થયા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જળ સંગ્રહ સ્ત્રોતની મરંમત સાથે લોકોને અપાતી રોજગારી ; 619 કામો પ્રગતિમાં

કચ્છમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ જળ સંગ્રહ સ્ત્રોતની મરંમત કરી લોકોને રોજગારી પૂરી પાડવામાં અાવી રહી છે અને અત્યાર સુધી 1364 કામો થયા છે જયારે 619 કામો પ્રગતિમાં છે. વાવ, તળાવ ખોદવા, કુવા, નહેરોની સાફ સફાઇ, માટી ખોદાવવી જળ માટેના મરંમતના કામો થકી માનવ રોજગારી ઉભી કરવા સુજલામ્ સુફલામ્ જળ અભિયાન 2021 હેઠળ કચ્છમાં કામગીરી ચાલી રહી છે, જે પૈકી જળસંપતિ વિભાગ દ્વારા 951 કામો પૂર્ણ થયા છે જયારે 395 કામો પ્રગતિમાં છે. ઉપરાંત ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા બોર્ડના 42 કામો પૂર્ણ, 4 હાલે થઇ રહયા છે.

ગ્રામ વિકાસ એજન્સીઅે 124 કામો પૂર્ણ કર્યા છે અને 144 કામો પ્રગતિમાં, વન વિભાગના 19 કામો પૂર્ણ અને તેટલા કામો પ્રગતિમાં, નગરપાલિકાઅોના 38 કામો પૂર્ણ અને 17 કામો હાલે થઇ રહયા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના 33, વોટરશેડના 39 કામો પૂર્ણ થયા છે અને 39 કામો પ્રગતિમાં હોવાનું અભિયાનના ભુજ તાલુકા લાયઝન ઓફિસર ભાર્ગવ રાજગોર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...