તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કચ્છમાં પ્રારંભિક તબક્કે જાન્યુઅારીમાં 13515 હેલ્થ વર્કરને અપાશે કોરોનાનો પ્રથમ ડોઝ, સરવે પણ શરૂ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ક્રમશ: ફ્રન્ટ લાઈન વર્કર, 50 વર્ષથી વધુ વયના અને બીમાર વ્યક્તિને અગ્રતા
 • જિલ્લા પંચાયતના અારોગ્ય વિભાગને અાદેશ બાદ રિપોર્ટ માટે ધમધમાટ

કચ્છમાં 2021નું વર્ષ કોરોનાના સંક્રમણના ભયથી મુક્ત થઈ જવાનું છે અને સંભવત 2020 સુધીમાં કોરોના સંક્રમણ અટકાવવા પ્રતિબંધો ઉપર જ પૂર્ણવિરામ મૂકી દેવાશે. કેમ કે, જાન્યુઅારી માસથી વેક્સિન અાવી જવાની છે, જેમાં સાૈ પ્રથમ કચ્છ જિલ્લાના 13515 હેલ્થ વર્કર્સને અપાશે. ત્યારબાદ ક્રમશ: ફ્રન્ટ લાઈન વર્કર્સ જેમ કે, પોલીસ વગેરે, 50 વર્ષથી વધુ વયના લોકો, બીમાર વ્યક્તિને અગ્રતા અપાશે. ભારતના પડોશી દેશ ચીનમાં કોરોના ઉદભવ્યા બાદ 2020ની સાલમાં તો લગભગ સમગ્ર વિશ્વમાં પગદંડો જમાવી લીધો છે, જેમાં કચ્છ જિલ્લો પણ બાકાત નથી રહ્યો. જોકે, હવે 2021ની સાલના જાન્યુઅારી માસમાં કચ્છમાં પણ વેક્સિન અાવી જવાની છે, જેથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ જશે અને સારવાર લેનારાની સંખ્યા પણ નહીંવત્ થઈ જશે. અેટલું જ નહીં પણ કોરોનાની સારવાર દરમિયાન મોતની ઘટના ભૂતકાળ બની જશે. કચ્છમાં જાન્યુઅારી માસમાં વેક્સિન અાવવાની છે, જેથી જિલ્લા અારોગ્ય વિભાગને જાણ કરી દેવાઈ છે અને અે માટે સર્વે સહિતનો ધમધમાટ પણ શરૂ કરી દેવાયો છે.

સર્વેમાં પ્રથમ દિવસે 2555 બીમાર વ્યક્તિ તારવાઈ
મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને ખરાઈ માટે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હજુ વેક્સિન અાવી નથી. સર્વેનો અાદેશ થયો છે, જેથી સર્વે શરૂ કરી દેવાયો છે, જેમાં પ્રથમ દિવસે 50 વર્ષથી નીચેના 2555 બીમાર વ્યક્તિ તારવાઈ છે. જેમ જેમ સર્વે અાગળ વધશે અેમ અેમ અે અાંકડામાં ફેરફાર થતો જશે.

પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ 12 માસ બાદ
ડોઝ બાબતે વિશેષ માહિતી પૂછતા સી.ડી.અેચ.અો.અે. જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ અાપ્યા બાદ વધુમાં વધુ 12 માસ પછી બીજો બુસ્ટર ડોઝ અાપવાનો હોય છે. જોકે, અે વ્યક્તિની ઉંમર અને બીમારી સહિતના પાસા ધ્યાને લઈને સમયગાળો નક્કી કરવાનો રહેશે.

ડિસેમ્બરના પ્રારંભે તાલીમ અપાશે
મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીને ડોઝ અાપનારા તાલીમબદ્ધ લોકો વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું રસી અાપતા સ્ટાફ નર્સ સહિતનો સ્ટાફ ડોઝ અાપશે. અે સિવાયના અારોગ્ય કર્મચારીઅોને ડિસેમ્બર માસના પ્રારંભે જ તાલીમ અાપવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો