કેમ્પ:ભુજમાં મારૂ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ આયોજિત દંત ચિકિત્સા કેમ્પમાં 132 દર્દીઓએ લાભ લીધો

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં મારૂ કંસારા સોની જ્ઞાતિ મેડિકલ કાયમી ફંડ સમિતિ, સિનિયર સિટીઝન કાઉન્સિલ કચ્છ અને ભુજ પેન્શનર્સ એસોસિએશનના સહયોગથી સાર્વજનિક પ્રાથમિક નિદાન કેન્દ્ર રાહતદરના દવાખાનામાં દંત ચિકિત્સા જાલંધર બંધ પદ્ધતિથી કેમ્પ યોજાયો હતો.

જ્ઞાતિ પ્રમુખ હિતેશભાઈ પી. સોની, હર્ષદભાઈ બુધ્ધભટ્ટી, ડો.નરેન્દ્રભાઈ વર્મા, ડો.મનાલી ભટ્ટ, વિજયભાઈ પુરોહિત, પાલિકા દંડક અનિલભાઈ છત્રાળા, પ્રતાપભાઈ આસરે દીપ પ્રાગટ્ય કર્યા બાદ ડો.જયસુખભાઈ મકવાણાએ દાંત કાઢવાની પદ્ધતિ વિષે માહિતી આપી હતી. આ કેમ્પમાં 132 દર્દીઓએ લાભ લીધો હતો જેમાં દાંતની બત્રીસી, દાંત કવર, દાંતના ચોકઠા વગેરે માટે સારવાર અને માપ લઇ તેની ફિટિંગ કરી અપાઇ હતી. સારવારની નિઃશુલ્ક અપાઇ હતી. આ કેમ્પમાં નિવૃત જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.અમિતભાઈ ત્રિપાઠીએ આયુર્વેદની માહિતી પૂરી પાડી હતી તેમજ ધર્મેન્દ્રભાઈ બારમેડા, યુવક મંડળ પ્રમુખ ભાવેશભાઈ બગ્ગા, મહિલા મંડળ પ્રમુખ સુધાબેન બુધ્ધભટ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે.કે. કંસારા, હમીરભાઇ રબારી, રાજુ બુધ્ધભટ્ટી, રાજુભાઈ પુરોહિત, સુમન પરમારે જહેમત ઉઠાવી હતી. આયોજન-સંચાલન મંત્રી મહેશભાઈ કંસારાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...