તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જંગ:1300 લોકોએ ‘વર્ચ્યુઅલ’ હવન કરી સર્જયો વિશ્વ વિક્રમ, સોશીયલ ડિસ્ટન્સ સાથે કરી સ્વાસ્થ્યની પ્રાર્થના

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વભરમાંથી 290 પરિવારોએ સોશીયલ ડિસ્ટન્સ સાથે કરી સ્વાસ્થ્યની પ્રાર્થના

કોરોના મહામારી સામે વિવિધ પ્રકારે લોકો લડી રહ્યા છે. ક્યાંક દવાથી તો ક્યાંક દુઆથી. આવો જ કોઈ વિચાર કચ્છ યુનિવર્સિટીમાં ગુરુવારે વિશ્વ મંગલ ભાવના સાથે કાર્ય કરવામાં આવ્યું. સૌપ્રથમ વિશ્વ શાંતિ યજ્ઞ કરનાર યુનિવર્સિટીમાં સ્થાન પામ્યું કે, જેમાં એકસાથે તેરસો લોકોએ યજ્ઞ કર્યો.
કચ્છ યુનિવર્સિટીના નવનિયુક્ત વાઇસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજા કોરોનાથી દુનિયા વ્યથિત છે, ત્યારે કંઇક વિશિષ્ટ પ્રદાનની ભાવનાથી ડો. કાશ્મીરા મહેતા, ડો. ધ્રુવ પુરબિયા અને ડો. ઋષિ જોશી સાથે પરામર્શ કરી લોકસુખાકારી માટે યજ્ઞના આયોજન વિશે વાત કરતા મંગળવારે સવારે ટીમ દ્વારા દરેકે દરેક સોશીયલ મીડીયાના પ્લેટફોર્મ પર આ મેસેજ વહેતા કર્યા. કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલા અનેક કોલેજ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ માત્ર બે જ કલાકમાં સરસ પ્રતિસાદ આપ્યો અને 290 જેટલા રજીસ્ટ્રેશન થયા. જે અંતર્ગત ગુરૂવારે સવારે 10 થી 11 વચ્ચે નોંધણી કરાવનાર પોતાના ઘરે જ કે, પ્રતિષ્ઠાન પર સોશીયલ ડિસ્ટન્સ જાળવી હવન કર્યો હતો. ભુજમાં વાઇસ ચાન્સેલરના ઘરે મુખ્ય બ્રાહ્મણ કે જેમના દ્વારા હવન કરાયો તે હરેશભાઈ જોશીએ વિધિ કરાવી જે ફેસબુક પર લાઈવ કરવામાં આવી. વિશ્વ રેકોર્ડના નીતિનિયમને અનુસરી કરાયેલા હવનની જ્યુરી મેમ્બર મિલન સોની અને દેવયાની સોનીએ ખરાઈ કરી હતી અને સાંજે વર્લ્ડ રેકર્ડ કર્યાનું ઘોષિત કરવામાં આવ્યું હતું. એકસાથે 1300 લોકોએ હવન કર્યો હોય એ વિશ્વમાં પ્રથમ વખત બન્યું છે. 
કચ્છના કુરનથી ઝાંબિયાના લુસાકા સુધી હવન થયો
કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત વિશ્વ શાંતિ હવનમાં મંગળવારે સવારે ઓનલાઇન જાણ કરાતા માત્ર કચ્છ જ નહિ ઝાંબિયાથી પણ એક પરિવાર હવનમાં જોડાયો હતો. તો કચ્છ જિલ્લાના સરહદના ગામ કુરનથી યજ્ઞમાં આહુતિ આપી સહભાગી બન્યા હતા. આજના ટેકનોયુગમાં કોઈ સત્કાર્ય અગણિત દિશાઓમાં થઈ શકે છે તેનું આ ઉદાહરણ છે.
‘વર્ચ્યુઅલ બ્રાહ્મણ’નો પ્રથમ પ્રયોગ
સામન્ય રીતે કોઈપણ વિધિવિધાન બ્રાહ્મણ હોમ-હવન કરવાના સ્થળે પોતે હાજર રહે અને હવનકુંડ થી કરીને બધી સામગ્રી ત્યાં દિશા મુજબ ગોઠવી બાદમાં શરૂ થાય. આજે પ્રથમ વખત એવું થયું હતું કે, ભુજમાં કચ્છ યનિવર્સિટી સંકુલમાં કર્મકાંડી બ્રાહ્મણ હરેશભાઈ હાજર હતા, જેના લાઈવ પ્રસારણ પર બાકીના બધા રજિસ્ટર્ડ મેમ્બર્સ હવન કર્યો હતો. આ ઉપરાંત અગાઉથી દરેકને માર્ગદર્શન માટે બ્રાહ્મણ દ્વારા વિડિયો રેકોર્ડિંગ કરીને મુકાયો હતો.જેમાં બધી જ સમજણ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો