કાર્યવાહી:ખાનગી પેઢીના કર્મીઓ પાસેથી 1.23 કરોડ વ્યવસાય વેરો વસુલાશે

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 106 લાખ રૂપિયા ભરાયા હતા, ચાલુ સાલે 75 લાખ વસુલાયા
  • ભુજ નગરપાલિકામાં 6910 ​​​​​​​પેઢીના 676 કર્મચારીઓ છે નોંધાયેલા કરદાતા

ભુજ નગરપાલિકા દ્વારા શહેરની 6910 પેઢીઅોના 676 કર્મચારીઅો પાસેથી 1 કરોડ 23 લાખ 68 હજાર 335 રૂપિયા વ્યવસાય વેરા પેટે વસુલવાના થાય છે, જેમાંથી હજુ સુધી 75 લાખ 26 હજાર 375 રૂપિયા વસુલાત થઈ ગઈ છે. જોકે, હજુ માર્ચ મહિના સુધી વસુલાત ચાલશે, જેથી અાંકડો વધી શકે છે.

શોપ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, ગત વર્ષે ખાનગી પેઢીઅો પાસેથી 58 લાખ 66 હજાર રૂપિયા અને ખાનગી પેઢીના કર્મચારીઅો પાસેથી 1 કરોડ 11 લાખ 58 હજાર 235 રૂપિયા મળીને કુલ 1 કરોડ 70 લાખ 24 હજાર 235 રૂપિયા વસુલવાના થતા હતા, જેમાંથી ખાનગી પેઢીઅો પાસેથી 39 લાખ 10 હજાર 814 રૂપિયા અને ખાનગી પેઢીના કર્મચારીઅો પાસેથી 1 કરોડ 6 લાખ 37 હજાર 985 રૂપિયા ઉપરાંત વિલંબથી વ્યવસાય વેરો ભરનારા પાસેથી વ્યાજ પેટે 13 લાખ 86 હજાર 652 રૂપિયા વસુલાત થઈ હતી.

અગાઉથી વ્યવસાય વેરા પેટે 6228 રૂપિયા ભરાયા હતા. અામ કુલ 1 કરોડ 59 લાખ 41 હજાર 679 રૂપિયા વ્યવસાય વેરા પેટે મળ્યા હતા. ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલને જણાવ્યું હતું કે, ચાલુ હિસાબી વર્ષમાં હજુ સુધી ખાનગી પેઢીઅો પાસેથી 72 લાખ 86 હજાર અને ખાનગી પેઢીના કર્મચારીઅો પાસેથી 1 કરોડ 23 લાખ 68 હજાર 335 રૂપિયા મળી કુલ 1 કરોડ 96 લાખ 54 હજાર 335 રૂપિયા વસુલવાના થાય છે, જેમાંથી ખાનગી પેઢીઅોઅે 2 કરોડ 6 લાખ 57 હજાર 676 રૂપિયા અને ખાનગી પેઢીના કર્મચારીઅોઅે 75 લાખ 26 હજાર 375 રૂપિયા ઉપરાંત વિલંબથી ભરનારા પાસેથી 4 લાખ 21 હજાર 28 રૂપિયા અને અગાઉથી ભરનારા પાસેથી 5 હજાર 467 રૂપિયા મળીને કુલ 1 કરોડ 6 લાખ 10 હજાર 546 રૂપિયા ભરાયા છે. જ્યારે ખુદ પાલિકાના પગારમાંથી કપાતો વેરો જમા ન થતો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

પાલિકાના કર્મચારીઅોના પગારમાંથી કપાતો વેરો સુધરાઈમાં જમા નથી થતો !
ભુજ નગરપાલિકા શહેરમાંથી ખાનગી પેઢીઅો અને ખાનગી પેઢીઅોના કર્મચારીઅો પાસેથી વ્યવસાય વેરો વસુલે છે. પરંતુ, નગરપાલિકાના કર્મચારીઅોના પગારમાંથી કપાતો વ્યવસાય વેરો નગરપાલિકામાં જમા નથી થતો. સીધેસીધું સરકાર પાસે જમા થઈ જાય છે. વાસ્તવમાં નગરપાલિકામાં જમા થવો જોઈઅે. અેવી જ રીતે સરકારી કચેરીઅોના કર્મચારીઅોનો વ્યવસાય વેરો પણ નગરપાલિકામાં જમા થવાની જોગવાઈ હોવી જોઈઅે. પરંતુ, અે બાબતે પદાધિકારીઅો દ્વારા ઉચ્ચ સ્તરે રજુઅાત જ કરવામાં અાવતી નથી.

પગાર ઉપર વ્યવસાય વેરાની રકમ
ખાનગી પેઢીના કર્મચારીઅોને 3થી 6 રૂપિયા માસિક વેતન હોય તો વ્યવસાય વેરો ભરવાનો થતો નથી. પરંતુ, 6થી 9 હજાર ઉપર 80 રૂપિયા, 9થી 12 હજાર ઉપર 150 રૂપિયા, 12 હજારથી વધુ પગાર હોય તો 200 રૂપિયા ભરવાના થાય છે. જે સામાન્ય રીતે ખાનગી પેઢીના માલિકો જ ભરી નાખતા હોય છે. જોકે, સરકારી કચેરીઅોમાં કાપીને જ કર્મચારીઅોને પગાર ચૂકવાતો હોય છે.

વેળાસર ન ભરે તો પ્રતિદિન 18 ટકા ચક્રવૃદ્ધિ દરે દંડ
ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, વ્યવસાય વેરો ન ભરે પો પ્રતિદિન 18 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરાતો જાય છે, જેથી પેઢીઅોઅે વ્યવસાય વેરો વેળાસર ભરી દેવો જોઈઅે, જેથી દંડ ભરવાનો વખત ન અાવે છે.

ખાનગી પેઢીઅો કર્મચારીઅો છુપાવે છે
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કેટલીક ખાનગી પેઢીઅો કર્મચારીઅો છૂપાવે છે. કેટલીક ખાનગી પેઢીઅો કર્મચારીઅોના સાચા પગાર છૂપાવે છે. પરંતુ, ભવિષ્યમાં અેમની સામે દંડાત્મક કાર્યવાહી થશે ત્યારે મસમોટી રકમ ભરવાની અાવશે, જેથી સત્ય હકીકત જાહેર કરવી જોઈઅે.

100 ટકા ગ્રાન્ટ રૂપે પરત
ભુજ નગરપાલિકાઅે વસુલેલા વ્યવસાય વેરાની રકમ 100 ટકા નગરપાલિકાને જ ગ્રાન્ટ રૂપે પરત મળે છે.

અન્ય સમાચારો પણ છે...