સુખપરના યુવકને માધાપર બોલાવીને પોલીસના સ્વાંગમાં મહિલા અને પુરૂષોએ દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની બીક બતાવીને ટુકડે-ટુકડે 12 લાખ 16 હજાર જેટલી માતબર રકમ પડાવી લેવાનો કિસ્સો પ્રકાસમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે ભોગબનારે અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો નોંધાવ્યો છે. સુખપર ગામે રહેતા વિનોદભાઇ નારાણભાઇ ગોરસીયા માનકુવા પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સુખપર ગામે રહેતા તેમના હિરેનભાઇ ઠઠકરે 6 માસ પહેલા કુસુમ પટેલ નામની સ્ત્રીનો મોબાઇલ નંબર આપ્યો હતો. અને આ મહિલા પાસે ઘણી સ્ત્રીઓ છે. જો મોજ કરવી હોય તો, ફોન કરજે તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ કુસુમને ફોન કર્યો હતો. કુસુમે ફરિયાદીને માધાપર ભવાની હોટલ પાછળ રો હાઉસમાં બોલાવ્યો હતો. જ્યા અન્ય એક યુવતી હતી ફરિયાદી યુવતી સાથે રૂમમાં હતો. અને થોડી જ ક્ષણોમાં એક પુરૂષ અને સ્ત્રી આવી ગયા હતા.
અને તુ મારી બહેન સાથે શુ કરશ તેમ કહીને ફોન કર્યો હતો. અને એક મહિલા આવી હતી. જેણે પોતે પોલીસ હોવાની ઓળખ આપી ફરિયાદીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અને એક લાખ રૂપિયા લીધા હતા. બાદમાં ફરીયાદીને ફોન કરીને તુ જે છોકરી સાથે પકડાયો હતો તેણે દવા પી લીધી હોવાનું જણાવી બે લાખ પડાવી લીધા હતા. બાદમાં અમદાવાદ રીફર કરવાના નામે 5 લાખ પડાવી લીધા હતા. આ પોલીસના સ્વાંગમાં રહેલી ટોળકીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, એ છોકરી મૃત્યુ થયું છે. અને આ અંગે પોલીસને જાણ થઇ ગઇ છે.
મામલો રફેદફે કરવા બે લાખ રૂપિયા પડાવી લીધા હતા. એમ ટુકડે ટુકડે 12 લાખ પડાવી લીધા બાદ ફરી અજાણ્યા શખ્સે પોલીસમાંથી બોલું છું કહી સુખપર નજીક ફરિયાદીને બોલાવ્યો હતો. બાદમાં અલ્ટો ગાડીમાં બેસાડીને ધાકધમકી આપી જેલમાં પુરી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. બાદમાં ગાળો આપીને ફરિયાદીનો મોબાઇલ ફોન અને 16 હજાર રૂપિયા પડાવી લીધા હતા. અને રૂપિયા 16 લાખ આપવાનું નક્કી કરીને ફરિયાદીને તેના ઘર પાસે ઉતારી ચાલ્યા ગયા હતા.માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઇ વાય.પી.જાડેજાએ હાથ ધરી છે.
એલસીબી કચેરી પાસે કારમાં લઇ જઇ માર માર્યો
સુખપર ખાતેથી ફરિયાદી યુવકને નકલી પોલીસ કારમાં ભુજ એલસીબી કચેરી પાસે લઇ આવ્યા હતા. જ્યાં કારમાં ફેરવી ધમકી આપીને બાદમાં મીરજાપર હાઇવે બાવડની ઝાડીઓમાં લઇ જઇને માર મારી કોરા કાગળમાં બળજબરી પૂર્વક સહી કરાવી પરત સુખપર મુકી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.