તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ભુજના વેપારી સાથે ટ્રાન્સપોર્ટના સોદામાં 1.20 લાખની ઠગાઇ, ડામરના 195 ડ્રમ ત્રિપુરા મોકલવા 2.23 લાખનું ગાડી ભાડું નકી કરીને ઠગાઇ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીનું નામ સર્ચ કર્યું તો, ફોન કરનાર મેનેજર હોવાનું સામે અાવ્યું

ભુજની લોટસ કોલોનીમાં રહેતા અને મિરજાપર હાઇવે પર શ્રી જલારામ વુડ અેન્ડ પેટ્રો પ્રોડક્ટસનામની પેઢી ચલાવતા વેપારીને માલ ટ્રાન્સપોર્ટીંગના સોદોમાં અેડવાન્સ પેટે 1.20 લાખની ઠગાઇ કરનારા સામે અે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. ગત અગ્યાર માર્ચ દરમિયાન ભુજના લોટસ કોલોનીમાં રહેતા તપનભાઇ રસીકભાઇ ઠકકર(ઉ.વ.30) સાથે છેતરપીંડી વિશ્વાસધાતનો બનાવ બન્યો હતો. ફરિયાદીના પિતા રસીકભાઇ ઠકકર અગાઉ કોંગ્રેસના સક્રિય કાર્યકર રહી ચુક્યા છે. ફરિયાદી વેપારીને ફોન કરનાર અજયભાઇ જોષી તેમજ આર.બી.એલ. બેંક વાપીના એકાઉન્ટના નામે ફોન કરનારાઅો વિરૂધ ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદી વેપારીને ગત 10 માર્ચના મોરે બીટુમીન (ડામર)ના ડ્રમ નં 195 વજન 35 ટનના અગરવાલા (ત્રિપુરા) મોકલવાના હોઇ તેમણે અોનલાઇન વેબસાઇડ ઇન્ડિયા માર્ટ ડોટ કોમ તથા જસ્ટ ડાયલ ડોટકો પર સંપર્ક સાંધતાં અજાણ્યા બે મોબાઇલ ફોનથી અજયભાઇ જોષી નામના વ્યક્તિઅે ફોન કરીને માલ મોકલવા માટે 2,23,500નું ભાડું નક્કી કર્યું હતું. જે ભાડા પેટેની રૂપિયા1 લાખ 20 હજાર એડવાન્સ પેટે તેમની કંપની ગોઅેક્ષ ફ્રેટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લીમીટેડના અેકાઉન્ડમાં ભરવાનું કહી બાદમાં ગાડી મોકલવાનું જણાવીને બાદમાં ફરિયાદીની અોનલાઇન કંપનીનું તપાસ કરતાં કંપનીના મેનેજર તરીકે અજયભાઇ જોષીનું નામ જણાતાં વિશ્વાસમાં અાવીને ફરિયાદીઅે રૂપિયા 1,20,000 કંપનીના બેન્ક અેકાઉન્ટમાં ભરી દીધા હતા.બાદ આરોપીઓએ ટ્રક ન મોકલવાીને ભાડાના નાણાં પણ પરત ન કરીને વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં અારોપીઅો વિરૂધ ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પીએસઆઈ ટી.એચ. પટેલે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ઠગબાજોઅે વધુ 50 હજારની માંગણી કરતાં વેપારીને શંકા ગઇ
સોદો મુજબ અેડવાન્સ પેટે 1.20 લાખ ભરી દીધા બાદ ગાડીના ડ્રાઇવરનો નંબર ફરિયાદીને અાપ્યો હતો જેના પર સંપર્ક કરીને ગાડી ક્યારે લઇ અાવશો તેવું જણાવતાં ડ્રાઇવરે કહયું હતું કે હજુ 50 હજાર મોકલશો તો ગાડી લઇને અાવીશ ત્યારે વેપારીને પોતે છેતરાયાનું ભાન થયું ને અારોપી વિરૂધ નોંધાવી ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો