ક્રાઇમ:ભુજમાં શાળાઓ પાસે જુગાર પર બે દરોડામાં 12 ખેલીઓ જબ્બે

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આશાપુરાનગર, સંજોગનગરમાં 22,490 રોકડ કબજે

ભુજ એ ડિવિઝન પોલીસે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં સ્કુલ પાસે જુગાર રમતા શખ્સો પર દરોડો પાડીને 22,490ના મુદામાલ સાથે 12 ખેલીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આશાપુરાનગરમાં ઇકરા સ્કુલની બાજુમાં ધાણી પાસા વળે જુગાર રમી રહેલા જીતેન્દ્ર હરીલાલ રાજગોર (ઉ.વ.41) સુરેશ કાંતિલાલ જોષી (ઉ.વ.38), રહે નાગનાથ મંદિર પાસે સરપટનાકા બહાર, રાજેશ નરેન્દ્રભાઇ ગોર રહે આશાપુરાનગર, ઇમરાન હુશેન જત રહે સરપટનાકા ભુજ તથા સત્યમ શાહ સહિત પાંચ જણાઓને રોકડ રકમ 11,210 સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે બીજી તરફ સંજોગનગરમાં શાળા નંબર એકની બાજુમાં તીન પતીનો જુગાર રમતા અબ્દુલગની ફકીરમામદ અજડીયા (ઉ.વ.45)રમજુભાઇ સાલેમામદ જીએજા (ઉ.વ.55), ભરત નરશીભાઇ રાણા (ઉ.વ.42), રજાક અબ્બાસ આરબ (ઉ.વ.37), સમીર ઇસ્માઇલ મંધરા (ઉ.વ.37), ઝહીર અબ્બાસ જાકબ (ઉ.વ.35), નાનજી મનજી વણકર (ઉ.વ.51) સહિત સાત જણાઓને રોકડ રકમ 7,780 તથા 3,500ની કિંમતના 4 મોબાઇલ મળીને કુલ 11,280ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂધ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઇ એમ.આર.બારોટ સાથે એએસઆઇ કિશોરસિંહ બી.જાડેજા, એએસઆઇ ભાવેશભાઇ ડાગર, સુરેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...