સુવિધા:ભુજ એસટી ડેપોમાં BS-6 કેટેગરીની નવી 12 બસો આવી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માતાના મઢ માટે વધારાની 50 બસોનું કરાશે સંચાલન

કચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતા ના મઢ ખાતે આ વર્ષે પણ હજારો પદયાત્રીઓ માથુ ટેકવવા માટે આવી રહ્યા છે ત્યારે મુસાફરોની સગવડતા માટે એસટી વિભાગ દ્વારા વધારાની 50 બસો દોડાવવામાં આવશે તેવું ભુજ એસટીના વિભાગીય નિયામક વાય. કે. પટેલે જણાવ્યું હતું. વિભાગીય નિયામકે વધુ માહિતી આપતા જણાવ્યું કે,જિલ્લામાં 315 બસ કાર્યરત છે જેમાં 1150 ટ્રીપ કરવામાં આવે છે.

હાલમાં 12 નવી બીએસ 6 કેટેગરીની બસો આવી છે જેમાંથી 4 બસ ભુજમાં જ્યારે બાકીની 8 બસો અન્ય ડેપોમાં રાખવામાં આવી છે પ્રદુષણ ન ફેલાય તેને ધ્યાને રાખીને આ બસ તૈયાર કરાઈ છે.ભુજ એસટી વિભાગમાં ફરજ બજાવતા 1300 કર્મચારીઓ પૈકી 1250 લોકોએ કોરોના વેકસીનના બંને ડોઝ મેળવી લીધા છે તેમજ એસટીની બસોમાં હાલમાં 100 ટકા પેસેન્જર કેપીસિટી માટે છૂટ મળી છે જેથી પ્રવાસીઓનો ધસારો રહેતો હોવાનું જણાવી સ્ટાફને સમયાંતરે વિવિધ બાબતો અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવતી હોવાનું ઉમેર્યું હતું.

કંડકટર પાસે ઓનલાઇન પેમેન્ટ લેવાની કોઈ સવલત નહિ
આધુનિકરણ વચ્ચે આજે સૌ કોઈ ડિજિટલ વ્યવહાર કરતા થઈ ગયા છે.એસટીમાં ઓનલાઇન ટીકીટ બુકિંગ થાય છે પણ ક્યારેક બુકિંગ કરાવ્યા વિના બસમાં બેસીએ ત્યારે કંડકન્ટર પાસેથી ટીકીટ ખરીદવી પડે આવા સંજોગોમાં કંડકટર પાસે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનો કોઈ વિકલ્પ નથી જેથી રોકડા ચૂકવીને જ ટીકીટ લેવી પડે છે ત્યારે એસટી આ બાબતે પણ આધુનિક બની ડિજિટલાઈઝેશન કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...