તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયા પાસે ટ્રક પલ્ટી:સામખિયાળી સુધી 12 કિ.મી. લાંબો ચક્કાજામ

સામખિયાળી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામખિયાળીથી મોરબી જતા હાઇવેને મોટો બનાવાયો, ઓવરબ્રીજ બનાવાયા તેમ છતાં જો કોઇ નાનો અકસ્માત થાય તો પણ કલોમિટરો સુધીનો ટ્રાફિક કલાકો સુધી ખોરવાઇ જતો હોવાની સમસ્યા અવાર નવાર ઉભી થતી હોય છે. જેમાં માળિયા પાસે એક ટ્રક પલટી મારી ગયા બાદ સામખિયાળી સુધી 12 કિલોમીટરનો ચક્કાજામ સર્જાયો હતો જેમાં માળિયા પોલીસ અને ટોલ ગેટના કર્મચારીઓ ધંધે લાગ્યા પછી પણ 12 કલાકે માત્ર એક જ સાઇટ ખુલ્લી કરી શકાઇ હતી જેને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા તો રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સામખિયાળી મોરબી હાઇવે પર છ વાગે મોરબી થી કેન્ટેનર ભરીને કચ્છ તરફ આવી રહેલ ટ્રક સુરજબારી બ્રિજ પર પલ્ટી ખાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો તેમાંથી કચ્છ થી મોરબી જવા માટેની એક સાઈટનું ટ્રાફિક 4.30.વાગે માંડ ખુ્લ્લો થતાં 10થી 11 કલાક સુધી જામ રહ્યો હતો. ટ્રક પલ્ટી જવાના કારણે 12 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી જેનાથી વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક માં ફસાઈ ગયા હતા. માળિયા પોલીસ અને સુરજબારી ટોલગેટના કર્મચારીઓ ધંધે લાગ્યા હતા. તો આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. વાહનોની લાગેલી લાંબી કતારમાં રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

માળીયા પાસે રોડ વચ્ચે પલ્ટી મારી ગયેલી ટ્રક
માળીયા પાસે રોડ વચ્ચે પલ્ટી મારી ગયેલી ટ્રક

સાધનોના અભાવને કારણે આ સમસ્યા કાયમી બની ગઇ છે
નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ ગેટ પાસે ક્રેન જેવા સાધનોની ખોટ હોવાનું અગાઉ પણ સામે આવ્યું હતું અને આ પ્રકારના નાના અકસ્માતમાં પણ ટ્રાફીક જામ થઇ જવાની સમસ્યા કાયમી થઇ ગઇ છે ત્યારે આ સમસ્યા દૂર કરવા જરૂરી સાધનો હોવા જરૂરી હોવાનો અવાજ પણ ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...