તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રનું બુલડોઝર ફર્યું:12 કરોડની 4047 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ, દબાણકારોને 3 વખત નોટિસ બાદ કરાઇ કાર્યવાહી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોડકી રોડ પર સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે 11 દુકાન ખડકી દેવાઇ હતી

ભુજમાં દબાણ દુર કરવાની સાથે બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવા ઝુંબેશ વેગવંતી બની છે તેવામાં કોડકી રોડ પર સરકારી જમીન પર ખડકી દેવાયેલી 11 દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અને અંદાજિત 12 કરોડની કિંમતી 4047 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ હતી.

ભુજના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્રની કડક કાર્યવાહી વચ્ચે ભૂમાફિયાઓમાં ફફળાટ ફેલાયો છે તેવામાં બુધવારે શહેરના કોડકી રોડ પર દબાણ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. શહેર મામલતદાર યુ.એ. સુમરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોડકી રોડ પર સરકારી ખરાબાની સરવે નં.870 પૈકીની જમીન પર દબાણ કરી, હોટલ, ગેરેજ, વાળંદની દુકાન સહિત 11 જેટલી દુકાનો ઉભી કરી દેવામાં આવી હતી. નિયત જોગવાઇ મુજબ દબાણકારોને 3 નોટિસો ફટકારવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ દુર કરવા સમજાવાયું હતું, જેથી દબાણકારો નળિયા, પતરા સહિત પોતાની કિંમતી વસ્તુઓ લઇ ગયા હતા અને બુધવારે તંત્ર દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. દબાણ હટાવ કામગીરીમાં નાયબ મામલતદાર, જી.ઇ.બી., નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા.

હોટલ, રેસ્ટોરેન્ટ માટે અગાઉથી માગણી હતી
ભુજ શહેર મામલતદાર સુમરાએ જણાવ્યું હતું કે, આ જમીન પર હોટલ, રેસ્ટોરન્ટ બનાવવા માટેની સરકાર સમક્ષ માગણી હતી. સરકારે આ માગણી ગ્રાહ્ય રાખતા પહેલા સ્થાનિકે જમીનની સ્થિતિ જાણવા આદેશ કર્યો હતો, જેથી સર્કલ ઓફિસર સહિતની ટીમે તપાસ કરતાં દબાણ જણાયું હતું, જેના પર તા.30-12ના તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો