તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:440 બેઠકો માટે 1131 ‘ચૂંટણી યોધ્ધા’ઓ મેદાને જંગમાં

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નામાંકન પત્રો પરત ખેંચાયા બાદ જિલ્લા પંચાયત, દસ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
 • જિલ્લા પંચાયતની 40 સીટ પરના 161 પૈકી 53 અમાન્ય, 4 ફોર્મ પરત
 • પાંચ નગરપાલિકામાંથી 20, દસ તાલુકા પંચાયતમાંથી 32 ઉમેદવારો ખસ્યા

કચ્છમાં તા.28મી યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મંગળવારે અમુક ઉમેદવારો નામાંકન પત્ર પાછા ખેંચી, ખસી જતાં, હવે હરીફાઇમાં રહેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જિલ્લા પંચાયત, દસ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની 440 બેઠકો પર હવે 1131 ઉમેદવારો જંગે ચડ્યા છે.

જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 161 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી 53 અમાન્ય ઠર્યા હતા અને 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપ, કોંગ્રેસના 40-40, બહુજન સમાજ પાર્ટી 4, સામાજવાદી પાર્ટી 1, આપ 5, અપક્ષ 10 અને અન્ય 4 મળી 104 મુરતિયા ચૂંટણી જંગના મેદાને છે. દસ તાલુકા પંચાયતોની 204 બેઠકો માટે 785 ફોર્મ ભરાયા હતા, જેની સામે 263 ફોર્મ અમાન્ય રહ્યા હતા જયારે 32 નામાંકન પત્રો પરત ખેંચાતા હવે ભાજપના 204, કોંગ્રેસ 200, બહુજન સમાજ પાર્ટી 10, સમાજવાડી પાર્ટી 2, આપ 15, અપક્ષ 44 અને અન્ય 17 મળી 492 ઉમેદવારો હરીફાઇમાં છે.

વધુમાં 5 નગરપાલિકાની 196 બેઠકો માટે 726 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જે પૈકી 171 અમાન્ય ઠર્યા હતા જયારે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 196, કોંગ્રેસ 187, સમાજવાડી પાર્ટી 16, જનતા દળ 2, આપ 91, અપક્ષ 27 અને અન્ય 16 મળી કુલ 535 ઉમેદવારોએ ચૂંટણી જંગના મેદાને પડ્યા છે. ચૂંટણી જંગ માટે જે-તે પક્ષના ઉમેદવારોના નામાંકનનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે કાવાદાવા વેગ પકડશે.

કઇ બેઠક પર સૌથી વધુ, ઓછા હરીફો
ગાંધીધામ પાલિકાના વોર્ડ નં.13માં 20 અને વોર્ડ 12માં 18 ઉમેદવારો મેદાને છે જયારે ભુજ નગરપાલિકાના વોર્ડ નં.1માં સાૈથી વધુ 15 હરીફો તો સાૈથી ઓછા મુરતિયામાં વોર્ડ નં.7 અને 11માં 8-8નો સમાવેશ થાય છે. તો વળી જિલ્લા પંચાયતની નેત્રા બેઠક પર 5 ઉમેદવારો હરીફાઇમાં ઉતર્યા છે.

ભુજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના બિનહરીફ ઉમેદવારો
ભુજ નગરપાલિકાના વોર્ડ નં.9માં 4 ઉમેદવારો અને ભુજ તાલુકા પંચાયતની ડગાળા, માનકુવા-2 અને સરાડા બેઠક મળી કુલ 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

ભુજ પાલિકાના આપના ઉમેદવારનો ફોર્મ પાછો ખેંચવા મુદ્દે માથાકુટ
ભુજ નગરપાલિકાના વોર્ડ નં.6માં આમ આદમી પાર્ટીના પી.ડી. ગોરે ઉમેદવારી નોંધાવી છે, જેથી ઉમેદવારી પરત ખેંચવાના દિને મંગળવારના કલેક્ટર કચેરી બહાર ફોર્મ પરત ખેંચવા મુદ્દે માથાકુટ થઇ હતી. જો કે, આ આપના કચ્છના ઉપ્રપમુખ રાજેશ પિંડોરિયાનો સંપર્ક સાધતા તેમણે ભાજપના 4 જેટલા લોકો ગોરને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા ધાક ધમકી કરતા હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મંગળવારે આ શખ્સો સહી કરવાના બહાને કલેક્ટર કચેરીએ લઇ આવ્યા હતા, જેથી આપના કાર્યકરો તેમને પરત લઇ આવ્યા હતા.

જિ.પં.ના 104 ઉમેદવારોમાંથી એકની પણ સામે કોઇ કેસ નહીં
કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠકો પર ચૂંટણી યોજાયા બાદ પંચાયતને આખી બોડી સ્વચ્છ છબી ધરાવતી મળશે તેવી આશ્ચર્ય જનક વિગતો રજૂ થયેલા સોગંદનામા પરથી મળી રહી છે. સરપંચથી લઇને ધારાસભ્ય, સાંસદોમાં કેસ કબાલા નોંધાયા હોય એવા અનેક નેતાઓ મળી આવશે. ચૂંટણી જંગમાં ઝંપલાવનારા દરેક ઉમેદવારે પોતાની આર્થિક સ્થિતિ સાથે તેમની સામે કોઇ ફોજદારી કેસો થયેલા છે કે કેમ તેની વિગતો પણ સોગંદ પર જાહેર કરવાની હોય છે. જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 104 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાને છે, જેથી તેઓ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા પર દ્રષ્ટિપાત કરીએ તો આશ્ચર્ય પમાડનારી વિગતો બહાર આવી છે, જે મુજબ એકપણ ઉમેદવાર એવો નથી, જેની સામે ફોજદારી દાખલ થઇ હોય છે. જેથી ચૂંટણી બાદ કચ્છ જિલ્લા પંચાયતને તમામ સભ્યો ગુનાહિત ઇતિહાસ વગરના મળશે.

ભુજના અે ઉમેદવાર કોંગ્રેસના નહીં અપક્ષના
ભુજ પાલિકામાં ભરાયેલા ફોર્મ સાથેના સોગંદનામા અનુસાર ગુનાહિત વિગતો અંગેના અહેવાલમાં વોર્ડ નં. 8માં જાડેજા દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ માટે સરતચૂકથી કોંગ્રેસના ઉમેદવાર દર્શાવાયા હતા. જોકે તેઅોઅે અપક્ષ તરીકે ફોર્મ રજૂ કર્યું છે. બીજીબાજુ વોર્ડ નં. 4માં ભાજપમાંથી ફોર્મ ભરનાર રાજેશ જયંતિલાલ ગોરે જણાવ્યું હતું કે, તેઅો સામે જાહેર સ્થળે અશ્લીલ હરકતો કરવાનો ગુનો નોંધાયેલો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો