તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:113 ગ્રામપંચાયતના તલાટીને વેરા વસુલાત કરવા આદેશ, લક્ષ્યાંક સિદ્ધ ન થાય તો શિક્ષાત્મક પગલાની તૈયારી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માર્ચ એન્ડિંગ સમયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅો વેરા વસુલાત ઉપર ભાર અાપતી હોય છે, જેમાં ભુજ તાલુકા પંચાયતે 113 ગ્રામ પંચાયતના તલાટીઅોને લક્ષ્યાંક સિદ્ધ કરવા અાદેશ અાપ્યો છે. જો નક્કી કરેલા અાંકડે નહીં પહોંચે તો શિક્ષાત્મક પગલાની તૈયારી પણ રાખી છે. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઅોની કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજવામાં અાવતી હોય છે, જેમાં વેરાની કામગીરી બાબતે પૂછાણું લેવાતું હોય છે, જેથી તાલુકા વિકાસ અધિકારીઅો અેમના નેજા હેઠળની ગ્રામ પંચાયતના તલાટીઅોને ગ્રામજનો પાસેથી વાર્ષિક અને ચડત વેરા વસુલવા અાદેશ કરતા હોય છે.

ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડે પણ ભુજ તાલુકા પંચાયતના નેજા હેઠળ અાવતી 113 ગ્રામ પંચાયતોના તલાટીઅોને બાકી વેરાનો હિસાબ અાપવા સૂચના અાપી છે. જો બાકીદારો પાસે 31મી માર્ચ સુધી વેરા વસુલી નહીં શકે તો શિક્ષાત્મક કાર્યવાહીની પણ ચિમકી અાપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સાૈથી વધુ ગ્રામ પંચાયતો ભુજ તાલુકામાં છે. વળી પટેલ ચોવીસીના સમૃદ્ધ ગામો પણ અાવેલા છે. અામ છતાં ગ્રામજનો પાસેથી મિલકત વેરો, રસ્તા, સફાઈ, પાણી અને ગટર સહિતની સુવિધાના વેરા અને ચાર્જ વસુલવામાં નબળી પુરવાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો