• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • 11 Boats Including Crop Infiltrators To 59 Battalion Of BSF From Haraminala Area Of Lakhpat Fast, Large Scale Investigation Operation Started

પાકિસ્તાની બોટ ઝડપાઈ:લખપતના હરામીનાળા વિસ્તારમાંથી BSFની 59 બટાલિયને 11 બોટ ઝડપી, હેલીકોપ્ટરની મદદથી તલાશી અભિયાન હાથ ધરાયું

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ - સૂત્રો
  • હજુ પણ અન્ય બોટ ઝડપવા માટેનું સર્ચ ઓપરેશન ચાલુ હોવાનો અહેવાલ

દેશની પાકિસ્તાન સરહદે આવેલા લખપત તાલુકાના અતિ સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાં આજે ગુરૂવારે વહેલી સવારથી સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા ઘુસણખોરીને ઝડપી પાડવા મહાકવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ અટપટી ક્રિક વિસ્તાર ધરાવતા હરામીનાળા પાસેના અલગ અલગ વિસ્તારમાંથી આશરે 11 જેટલી પાકિસ્તાની બોટ BSFની 59 બટાલિયન દ્વારા ઝડપી પાડવામાં આવી છે. અને હજુ પણ અન્ય બોટને ઝડપવા માટેની મહાઝુંબેશ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ વિશે સલામતી દળનો સંપર્ક કરતા સત્તાવાર કેટલી બોટ ઝડપાઇ છે તે અંગે હાલ ઘડી કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. કામગીરીની ગંભીરતાને લઈ વિગતો બાદમાં જાહેર કરાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

દરમિયાન પખવાડિયા પૂર્વે પાકિસ્તાન દ્વારા દેશની જળ સીમાએથી ભારતના માછીમારોનું બોટ સહિત અપરહરણ કરી જવાની ઘટના તાજી છે. જેના અનુસંધાને પાક દ્વારા વિવાદિત અહેવાલો પણ આપવામાં આવ્યા હતા. અલબત્ત એક માસ પૂર્વે જ સરક્રિક પાસેથી ત્રણ બોટ સહિત એક પાક માછીમાર ઝડપાયો હોવાની ઘટના પણ તાજી છે. ત્યારે આજે ફરી 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.

BSF દ્વારા પકડાયેલી પાક. બોટ
BSF દ્વારા પકડાયેલી પાક. બોટ

અત્રે ઉલ્લેખનીય છે એ આ પૂર્વે અનેકવાર હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરો ઝડપાઇ ચુક્યા છે. ખાસ કરીને અંદાજિત પાંચ વર્ષ પૂર્વે BSF દ્વારા બે થી ત્રણ દિવસની સઘન શોધખોળ કામગીરી દરમિયાન આ વિસ્તારમાંથી 20 જેટલી પાક બોટ એક સાથે ઝડપાઇ હતી. ત્યારે આજે ફરી એજ પ્રકારની સઘન શોધખોળ કામગીરી ચાલી રહી છે.

BSF દ્વારા પકડાયેલી પાક. બોટ
BSF દ્વારા પકડાયેલી પાક. બોટ
અન્ય સમાચારો પણ છે...