તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • 10th Convocation Ceremony Of Krantivir Shyamji Krishna Varma Kutch University Was Held Under The Chairmanship Of Governor

પદવીદાન:ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો રાજ્યપાલની અધ્યક્ષતામાં 10મોં દીક્ષાંત સમારોહ યોજાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6124 પૈકી 19 વિદ્યાર્થીઓએ સુવર્ણ ચંદ્રક મેળવ્યા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, દેશ-સમાજ અને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે યુવાઓ હંમેશા તત્પર રહે. તેમણે જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના આશીર્વાદથી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માએ ઇગ્લેન્ડ જેવા દેશોમાં રહીને ભારતના કાંતિવીરોને સહયોગ આપ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંત્ર્યવીર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને ભારત લાવી કચ્છના માંડવી ખાતે શ્રેષ્ઠ સ્મારક બનાવ્યું છે. આવા સ્વાતંત્ર્યવીરોનુ જીવનકવન વિદ્યાર્થીઓ માટે હંમેશાં પ્રેરણા સ્રોત બની રહે છે.

પ્રાચીન ઋષિ-મુનીઓ દીક્ષાંત સમયે જે ઉપદેશ શિષ્યોને આપતા હતા તે આજે પણ પ્રસ્તુત છે તેમ જણાવતાં રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે, ઋષિઓ તેમના શિષ્યોને સત્યં વદ, ધર્મં ચર અર્થાત સત્યના માર્ગ પર કર્તવ્યધર્મનું પાલન કરવું અને પઠન-પાઠન-સ્વાધ્યાયમાં કયારેય પ્રમાદ ન કરવો તેવો ઉપદેશ આપતા હતા.

રાજ્યપાલએ પદવી ધારક વિદ્યાર્થીઓને સતત શીખવાનો વિદ્યાર્થીભાવ હદયમાં ધારણ કરી સતત અપ ડેટ રહેવા અનુરોધ કર્યો હતો. કચ્છી પાઘડી અને કોટીના પરંપરાગત પહેરવેશ સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ સ્ત્રી ભ્રુણ હત્યા, નશાખોરી જેવી સામાજિક બુરાઇઓને પડકારો તરીકે સ્વીકારી તેને નાબુદ કરવા યુવાનોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના શિક્ષણમંત્રીશ્ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આવનારો સમય ગુણવત્તાનો છે. ગુણવત્તા સાથે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા માટે કૌશલ્યવાન બનવુ જરૂરી છે. પડકારોને પહોંચી વળવા કઠોર પુરૂષાર્થ કરવા પણ તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

દીક્ષાંત સમારોહની શરૂઆતમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.જયરાજસિંહ જાડેજાએ પદવી ધારણ કરનારા 6124 વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી યુનિવર્સિટીના સફળ કાર્યોનો ચિતાર આપ્યો હતો અને ભાવિ આયોજનની ઝાંખી રજુ કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલગીતનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કુલસચિવ જી.એમ.બુટાણીએ આભાર દર્શન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...