એમ્બ્યુલન્સ દોડી:108 ઈમરજન્સીએ કચ્છમાં 1 વર્ષમાં 40 હજાર ઈમરજન્સી કેસ હેન્ડલ કર્યા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ પ્રસૂતાના 16,503 કેસમાં એમ્બ્યુલન્સ મહિલાની વ્હારે આવી
  • દરરોજ 40 એમ્બ્યુલન્સ દ્વારા સરેરાશ 100 થી 140 દર્દીને ખસેડાય છે હોસ્પિટલમાં

આપઘાત,અકસ્માત,કુદરતી હોનારત સહિત કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જણાઈ આવે તો પહેલો ફોન પરિવારના બદલે 108 મા જાય છે અને પળવારમાં જ સાયરન સાથે એમ્બ્યુલન્સ દોડી આવે છે અને દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જિલ્લામાં વર્ષ 2021 દરમ્યાન 108 દ્વારા 40 હજાર ઈમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવ્યા છે.તેમજ દરરોજ 100 થી 140 જેટલા ઈમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવતા હોવાનું જિલ્લા પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારીએ જણાવ્યું હતું.

જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સૌથી વધુ પ્રસૂતાના કેસમાં મહિલા દર્દીની મદદ કરવામાં આવી છે.અંતરિયાળ લખપત,અબડાસા અને વાગડ સહિતના વિસ્તારોમાં હોસ્પિટલ દૂર હોવાથી ઘણી વખત એમ્બ્યુલન્સમાં જ સ્ટાફ દ્વારા પ્રસૂતાની સફળ ડિલિવરી કરવામાં આવી છે.દર મહીને 75 થી 80 ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવે છે.

આ ઉપરાંત માર્ગ અકસ્માત,શ્વાસ,કોવિડ સહિતની બીમારિઓમાં પણ એમ્બ્યુલન્સ રાત - દિવસ દોડતી રહી છે.કચ્છમાં દસેય તાલુકામાં મુખ્ય મથકો સહિત વિવિધ સેન્ટરોમાં 40 વાહનો કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે,કચ્છમાં એમ્બ્યુલન્સ 28 મિનિટની સામે કોલ આવતાની સાથે એમ્બ્યુલન્સ 0 થી 23 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે.

અન્ય સમાચારો પણ છે...