તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનો છાપો:નાગલપરમાં મકાનમાંથી નશીલી સીરપનો 10.46 લાખનો જથ્થો જબ્બે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હર્બલ ટોનિકની આધાર વગરની બોટલના વેપાર પર પોલીસનો છાપો
  • પોલીસે 13,525 નંગ બોટલો સાથે માંડવીના શખ્સને ઝડપ્યો : અન્ય 1 છૂ

ગત મે મહિનામાં માંડવી પોલીસે માંડવી ખાતે ભાડાની દુકાનમાંથી દારૂની આડમાં બનાવટી આયુર્વેદીક સીરપનો વેપલો કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા ત્યાં ફરી માંડવી તાલુકાના નાગલપર ગામે મકાનમાં નશાની આડમાં ગેરકાયદે હર્બલ ટોનિકની બોટલોનો સંગ્રહ કરી વેપાર કરતા માંડવીના શખ્સને રૂપિયા 10,46,250ની કિંમતની 13,525 બોટલો સાથે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સ હાથ લાગ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે બાતમીના આધારે નાગલપર ગામના સ્વામિનારાયણ મંદિર પાસેના મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનમાંથી હર્બલ ટોનિકની પ્લાસ્ટિકની 13,525 નંગ બોટલો કિંમત રૂપિયા 10,46,250નો જથ્થો મળી આવ્યો હતો. મુળ ભુજ તાલુકાના માનકુવા ગામનો અને હાલ માંડવી ખાતે જલારામ નગરમાં રહેતા આરોપી જીગ્નેશ દિનેશભાઇ પટેલ તેમજ માંડવીના રાનેન્દ્રસિંહ બબુભા ચૌહાણનો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આરોપીઓ આધાર પુરાવા વગર ટોનિકની બોટલોનો જથ્થો રાખી વેંચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મકાનમાંથી વિવિધ બ્રાન્ડની ટોનિકોનો જથ્થો કબજે લઇ આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ આર. સી. ગોહિલ સાથે માંડવી પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...