શિક્ષણ:195માંથી 104 CRC, 128માંથી 59 બીઆરસી એ આપી પરીક્ષા

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના 5 પરીક્ષા કેન્દ્રમાં પ્રથમ વખત કચ્છને સ્થાન

ભુજમાં રવિવારે પ્રાથમિક શાળાઅોના સી.અાર.સી. અને બી.અાર.સી.ની નિમણૂક માટે લેખિત પરીક્ષા લેવાઈ હતી, જેમાં 195 સી.અાર.સી.માંથી 104 અને 128 બી.અાર.સી.માંથી 59 ઉમેદવારોઅે પરીક્ષા અાપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે અાપેલી માહિતી મુજબ રાજ્યમાં કચ્છ, રાજકોટ, અમદાવાદ, સુરત, મહેસાણા જિલ્લામાં સી.અાર.સી. પરીક્ષા માટે 822 ઉમેદવારો નોંધાયા હતા, જેમાં કચ્છ જિલ્લામાંથી 195 ઉમેદવારો નોંધાયા હતા.

જોકે, ભુજમાં 195માંથી પરીક્ષા અાપવા 104 અાવ્યા હતા અને 91 ગેરહાજર રહ્યા હતા. અેવી જ રીતે અાખા રાજ્યમાં બી.અાર.સી. માટે પરીક્ષા માટે 1138 ઉમેદવારો નોંધાયા હતા, જેમાં કચ્છમાંથી 128 નોંધાયા હતા. જોકે, ભુજમાં 128માંથી પરીક્ષા અાપવા 59 હાજર રહ્યા હતા અને 69 ગેરહાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરથી શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે પ્રાથમિક શાળાઅોમાં સી.અાર.સી. અને બી.અાર.સી.ની પરીક્ષા લેવામાં અાવે છે, જેમાં ચાલુ સાલે અાખા રાજ્યમાં માત્ર 5 પરીક્ષા કેન્દ્રો નક્કી થયા હતા, જેમાંથી કચ્છને પણ પ્રથમ વખત અલગ પરીક્ષા કેન્દ્ર માટે સ્થાન મળ્યું છે, જેથી શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...