તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂર:કચ્છની 6 નગર પાલિકાને 10.25 કરોડની ગ્રાન્ટના ચેક અપાયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં શિક્ષણ મંત્રીના હસ્તે ચેકની રેપ્લિકા નગર પ્રમુખોને અપાઇ

ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને રાજય સરકાર તરફથી રા નગરપાલિકાઓ તથા મહા નગરપાલિકાઓને વિકાસકામો માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ભુજમાં ઉપસ્થિત શિક્ષણમંત્રીના હસ્તે કચ્છની 6 નગર પાલિકાને કુલ્લ 10.25 કરોડની ગ્રાન્ટના ચેક અપાયા હતા.

કાર્યક્રમને અનુલક્ષીને ભુજમા કલેકટર કચેરી ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, ભચાઉ અને રાપર પાલિકાને સ્વર્ણિમ શહેરી મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ 10.25 કરોડના પ્રથમ હપ્તાની ગ્રાન્ટના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પૈકી ગાંધીધામને 2.25 કરોડ, ભુજને 2.5 કરોડ, અંજારને 1.5 કરોડ, માંડવીને 1.5 કરોડ, ભચાઉને 1.12 કરોડ, રાપરને 1.12 કરોડ ચેક રેપ્લીકા પ્રમુખ અને ચીફ ઓફિસરને અર્પણ કરાયો હતો.

આ સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, માંડવીના વિરેન્દ્રસિંહ જાડેજા, કલેકટર પ્રવીણા ડી.કે., દિલીપ ત્રિવેદી, કે.સી.પટેલ, ભરત સંઘવી, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, ભચાઉ નગરપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, માંડવીના મેહુલ શાહ, રાપરના નગર ઉપપ્રમુખસોઢા, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, નીતિનભાઇ, દર્શનસિંહ ચાવડા, સંજય પટેલ, સંદિપસિંહ ઝાલા, કાનજીભાઇ ભર્યા, ભરત રાણા, દિનેશ હિરાણી, જયંત લીંબાચીયા, બળવંત ઠકકર, કાનજીભાઇ અને સબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...