તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં કેદીઓનું 100 ટકા રસીકરણ પૂર્ણ, નિયમોનુસાર બીજો ડોઝ અપાશે

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 44 કેદીઓને અગાઉ, જ્યારે બાકીના 250 કેદીઓને આજે કોરોના વિક્સિન અપાઇ

પૂર્વ કચ્છની ગાંધીધામ તાલુકાના ગળપાદર ખાતે આવેલી જિલ્લા જેલમાં કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કાચા કામના તમામ 298 કેદીઓને આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાંથી 45+ના 44 કેદીઓને આ પૂર્વે વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ચુક્યા છે. જ્યારે બાકી રહેતા 18+ સહિતના તમામ 250 કેદીઓને આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાતાં જેલમાં 100 ટકા રસીકરણ સંપન્ન થયું છે.

આ અંગે ગળપાદર જેલના પોલીસ અધિક્ષક ડી. એમ. ગોહિલે જણાવ્યું હતું કે, આજે બાકી રહેલા 250 કેદીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. જ્યારે બીજો ડોઝ નિયમોનુસાર આગામી સમયમાં આપવામાં આવશે. આજે 12 મહિલા અને 238 પુરુષ કેદીઓને રસી અપાઈ હતી. હાલ જેલમાં કેદ તમામ કેદીનું વેક્સિનેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જેલમાં તમામ ગંભીર ગુનામાં હેઠળ કેદીઓ સજા કાપી રહ્યા છે. જેમને ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી દિનેશભાઈ સુતરિયાના માર્ગદર્શન તળે રસીકરણ કરવામાં આવ્યુ હતું. આ કામગીરીમાં જેલના ડો. ભદ્રા અને જેલર એ.બી. ઝાલા વગેરે સહયોગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...