તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કચ્છના 109 ગામોમાં 100 ટકા નળ જોડાણનું કામ હજુયે બાકી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક 26 કામોને બહાલી

કચ્છમાં 109 ગામોમાં 100 ટકા નળ જોડાણનું કામ બાકી છે ત્યારે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મળેલી બેઠકમાં 704.32 લાખની 26 યોજનાઅોને બહાલી અપાઇ હતી. કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) ની 31મી બેઠક મળી હતી, જેમાં 704.32 લાખની 26 યોજનાઓને મંજૂરી અપાઇ હતી. આ યોજનાના અમલીકરણથી 5172 જેટલા ઘરોને નળ કનેકશન મળશે. કલેકટરે જળ જોડાણ ન ધરાવતા આંગણવાડી અને શાળાઓને પ્રાધાન્ય આપી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સંબંધિતોને જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.માઢકે પેટા આરોગ્ય કેંદ્ર (સબ-સેન્ટર) સુધી પાણીની લાઇન પહોંચાડવા માટે રજુઆત કરી હતી. જે અન્વયે કલેક્ટરે જરૂરી વિગતો એકત્ર કરી વાસ્મો પાસે રજૂ કરવા જણાવ્યું હતું અને આ બાબતે કમગીરી ઝડપી કરવા સંબંધિતોને સુચના આપી હતી. ‘વાસ્મો’ ભુજના કાર્યપાલક ઈજનેર જે.એલ.ચૌહાણે જણાવ્યું હતું કે, સરકારી કે અન્ય ગ્રાંટમાંથી 10 જેટલા ગામોના 332 ઘરોમાં 100 ટકા નળ કનેકશનમાં વધારો થયો છે. 964 ગામો પૈકી 855 ગામો 100 ટકા નળ જોડાણ ધરાવે છે જયારે 109 ગામોમાં 100 ટકા નળ જોડાણના કામ બાકી છે.

વાસ્મોએ 211 બાકી રહેતા ગામોની કામગીરી કરવાની છે. તૈયાર નવી યોજનાઓની મંજુરી, વિવિધ ગ્રાન્ટ દ્વારા 100 ટકા કનેકશન મેળવનારા ગામોનીયાદી, અગાઉ મંજૂર થયેલી યોજનાઓમાં સુધારા, શાળા-આંગણવાડીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવી વગેરે મુદાઓ પર ચર્ચા કરાઇ હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઅો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...