તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાન્ટનો 100 ટકા ખર્ચ:કચ્છમાં વિકસતી જાતિની માટે ફાળવેલી ગ્રાન્ટનો 100 ટકા ખર્ચ

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂા.41.18 કરોડ વિવિધ સહાય પેટે વાપરવામાં આવ્યા

કચ્છમાં વર્ષ 2020-21 માં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તથા વિચરતી વિમુકત જાતિના લોકોને શૈક્ષણિક, આરોગ્ય ગૃહ નિર્માણની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.41.18 કરોડ વપરાયા છે.

ધો.1થી 10ના 2,09,680 છાત્રોને શિષ્યવૃત્તિ, ધો.1થી 8ના વિદ્યાર્થીઓને ગણવેશ પેટે રૂ.2418.87 લાખ, ધો.11 થી કોલેજ કક્ષાના વિકસતી જાતિના 9760 છાત્રોને શિષ્યવૃત્તિ પેટે રૂ.312.76 લાખ, કુંવરબાઈ મામેરું અને સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ લગ્ન કરનારા સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગ અને આર્થિક રીતે પછાતવર્ગની 475 કન્યાઓને તથા સંસ્થાઓને રૂ.62.70 લાખ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ 70ના લક્ષ્યાંક સામે 123 લાભાર્થીને પ્રથમ,બીજા અને ત્રીજા હપ્તા પેટે રૂ.116.82 લાખ, બેન્કેબલ લોન અન્વયે બેંકો દ્વારા અપાયેલા ધીરાણ સામે 4 લાભાર્થીને રૂ.33,000ની સબસીડી, સરસ્વતી સાધના યોજના હેઠળ ધો.9 માં અભ્યાસ કરતી 4517 કન્યાઓને સાઇકલ, માનવ ગરીમા યોજના હેઠળ 326 લોકોને સાધન કિટ, વિદેશ અભ્યાસ માટે એક છાત્રને પ્રથમ હપ્તા મળી રૂ.12 લાખની લોન ચુકવાઇ છે. PMJVK યોજના હેઠળ ભુજ, ગાંધીધામ, અબડાસા, લખપત તાલુકામાં આરોગ્ય અને સ્કીલ ડેવલોપમેન્ટ માટે રૂ.2031.66 લાખની દરખાસ્તો મંજુર કરી છે, જે પૈકી પ્રથમ હપ્તા પેટે પાંચ અમલીકરણ અધિકારીઓ હસ્તક રૂ.717.60 લાખ ગ્રાન્ટ ફાળવી 54 કામોને મંજુરી અપાઇ છે. કચ્છના વિકસતી જાતિ સમાજ કલ્યાણ વિભાગને ફાળવેલી રૂ.418.23 લાખ ગ્રાન્ટ સામે રૂ.4118.15 લાખ ખર્ચ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો