તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • 10 Year Old Prisha Thakkar From Bhuj Recited Shiv Mahimn Source In Just 9 Minutes And Broke The World Record Of India

રેકોર્ડ:ભુજની 10 વર્ષીય પ્રિશા ઠક્કરે શિવ મહીમ્ન સ્રોતનું માત્ર 9 મિનિટમાં પઠન કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સન્માનપત્ર અને શિલ્ડ આપી રેકોર્ડ બદલ બાળકીનું સંસ્થાએ બહુમાન કર્યું

પવિત્ર શ્રાવણ માસનું હિન્દૂ સંસ્કૃતિમાં અતિ મહત્વનું સ્થાન રહેલું છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ આ મહિનામાં વિશેષ શિવ આરાધના કરતા જોવા મળે છે. ત્યારે ભુજની એક 10 વર્ષની બાળકીએ અહીંના સુરલભીઠ ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે પોતાની ભગવાન ભોળાનાથ પ્રત્યેની આસ્થાના કારણે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નામ અંકિત કરાવ્યું છે.

ભુજની પ્રિશા સચિનભાઈ ઠકકર નામની બાળકીએ શિવ મહીમ્ન સ્ત્રોતના 44 શ્લોક કંઠસ્થ કરી માત્ર 9 મિનિટ અને 7 સેકન્ડમાં પઠન કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. WROI ના મિલનભાઈ સોની અને દેવયનીબેન સોની દ્વારા તેને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે પ્રિશાનું બહુમાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...