તાલુકાના બન્નીના પનાવારી ગામે 10 ટેન્ટમાં કોઈ શખ્સ દ્વારા જાણીબુઝીને આગ લગાડીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ભુજના રાજેન્દ્રનગરમાં રહેતા અરજદાર બ્રેર અનવર રમજુએ જણાવ્યું કે,તેઓએ બન્નીના પનાવારી ગામે ટેન્ટ બાંધવા માટેની પરમિશન મેળવી 10 ટેન્ટ બનાવ્યા હતા
જોકે ગત 3 જાન્યુઆરીના તેઓ ટેન્ટમાં સુતા હતા ત્યારે જ ટેન્ટમાં આગ લાગી હતી.હાથવગા સાધનો વડે આગ તો બુઝાવી લેવાઈ પણ સ્થળ પરથી લાકડીઓ અને પગની છાપ મળી આવી હતી જેથી કોઈ વ્યક્તિ દ્વારા જાણી બુઝીને આગ લગાડવામાં આવી હોવાનો આરોપ મૂકીને આ મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજુઆત એસપી કચેરીએ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.