તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નખત્રાણામાં છેલ્લા 12 દિ’માં કોરોનાના 10 પોઝિટિવ કેસ !

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનું નવું હોટસ્પોટ પશ્ચિમ કચ્છનો તાલુકો
  • સોમવારે વધુ 2 દર્દી ઉમેરાયા, 2 સાજા પણ થયા

નખત્રાણા તાલુકોમાં છેલ્લા 12 દિવસમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી જિલ્લાનું નવું હોટસ્પોટ પશ્ચિમ કચ્છનો તાલુકો બની રહ્યો છે. સોમવારે નખત્રાણા તાલુકાના ગામડામાંથી જ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, અેજ તાલુકાના ગામડામાંથી 2 દર્દી સાજા પણ થઈ ગયા છે, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઅોની સંખ્યા 5 થઈ ગઈ છે.

જિલ્લામાં અોગસ્ટ માસમાં કોરોનાની બીજી લહેરે વિદાય લઈ લીધી હતી, જેથી કચ્છ કોરોના મુક્ત પણ બની ગયો હતો. પરંતુુ, ફરી છૂટક કેસ સામે અાવવા લાગ્યા હતા, જેમાં છેલ્લા 12 દિવસમાં જ નખત્રાણા તાલુકાના ગામડામાં 10 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રઅે અાપેલી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 12611 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી હજુ સુધી કુલ 12498 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે કોરોનાથી 282 દર્દીના મોતનું જુઠ્ઠાણું હજુ પણ યથાવત રખાયું છે, જેથી બાકીના અાંકડા પણ શંકાના દાયરામાં જ છે. કોરોના વાયરસ હજુ ગયો નથી ત્યારે લોકો સાવધાની રાખે અને કોવિડ નિયમોની અમલવારી કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...