કામગીરી:જખૌં બંદરેથી પકડાયેલા 10 પાક માછીમારોને મુક્ત કરાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે.અાઇ.સી.માંથી વાઘા બોર્ડર લઇ જઇ વતન મોકલાયા

દરિયાઇ સરહદમાં વધુ માછીમારી મેળવવાની લ્હાયમાં પાકિસ્તાની માછીમારો ભારતની હદમાં અાવી જતા હોય છે અને સરહદ પર તૈનાત અેજન્સીઅો દ્વારા પકડાઇ જતા હોય છે. જખાૈ બંદરેથી અગાઉ પકડાયેલા 10 માછીમારોને જે.અાઇ.સી.માં રખાયા હતા તેમને સોમવારે મુક્ત કરી વાઘા બોર્ડર લઇ જઇ પોતાના વતન પરત મોકલાયા હતા. પાકિસ્તાની માછીમારી બોટ વધુ માછલીઅોની લ્હાયમાં જખાૈના હદ વિસ્તારમાં અાવી પહોંચતા તેમને ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં રખાયા હતા.

છેલ્લા કેટલાક વર્ષોથી ભુજની જે. અાઇ.સી.માં રહેલા અા 10 પાકિસ્તાની માછીમારોને મુક્ત કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમને વતન પરત મોકલાયા હતા. અા અંગે ભુજ જે.અાઇ.સી.માં રહેલા કે. બી. વિહોલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ જખાૈ બંદર નજીકથી માછીમારી કરતા અેકસાથે પકડાયેલા 10 માછીમારોને 31મી અોક્ટોબરના જે.અાઇ.સી.માંથી મુક્ત કરાયા હતા.

દસેય માછીમારોને વાઘાબોર્ડર ખાતે લઇ ગયા બાદ તેમને પાકિસ્તાનની સરકારને સોંપવામાં અાવશે. ભુજ જે.અાઇ.સી.માં રખાયેલા દસ માછીમારોને પોતાના વતન પાકિસ્તાન પરત મોકલી દેવાયા હતા. નોંધનીય છે કે, કચ્છની સરહદે પાકિસ્તાની, બાંગલાદેશી અનેક વખત પકડાય છે તેમને જે.અાઇ.સી.માં_ રાખવામાં અાવે છે, જે પૈકી અમુક બંદીવાનો તો જેલમાં જ મૃત્યુ પામતા હોય છે. થોડા સમય પૂર્વે જ કોરોનામાં પાકિસ્તાની બંદીવાનોનું મોત થયું હતું જેમની અંતિમ વિધી જામનગર ખાતે કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...