તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કાર્યક્ષેત્રની બહાર કામો કરાતા બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સહિત 10 સભ્યો સસ્પેન્ડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14માં નાણાપંચની રકમ ઈન્ટરલોકનું કામ ખેતીની જમીનમાં મંજુર કર્યું

માંડવી તાલુકાની બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ સંગાર સહિત 10 સદસ્યોઅે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ફાળવાયેલી રકમ ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્ર બહાર ખેતીની જમીનમાં ઈન્ટરલોક બ્લોકનું કામ મંજુર કર્યું હતું, જેથી કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે તાત્કાલિક હોદા ઉપરથી દૂર કરવાનો અાદેશ કર્યો છે.

2020ના અોગસ્ટ માસમાં બિદડા ગામના અમીત સંગાર અને નવીન નાકરાણીઅે બિદડા ગ્રામ પંચાયતમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના અાક્ષેપો સાથે અલગ અલગ અરજીઅો કરી હતી, જેથી 14માં નાણાપંચની ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે કે નહીં અેની તપાસ માંડવી તાલુકા પંચાયતને સોંપાઈ હતી, જેમાં વર્તમાનપત્રોમાં કામની નિવિદા અપાઈ ન હોવાનું, પૂરતી સભ્યો સંખ્યાનો અભાવ, વહીવટી મંજુરીની ક્ષતિ, રજુ કરાયેલા હિસાબોમાં વિસંગતતા જણાઈ હતી.

જે બાદ જિલ્લા વિકાસ અધિકારી પાસે સુનાવણી રખાઈ હતી, જેમાં ડી.ડી.અો. ભવ્ય વર્માઅે સરપંચ સુરેશ વલ્લમજી સંઘાર ઉપરાંત નયનાબા રણુભા જાડેજા, કુલસુમબેન હુસેના સંઘાર, જયશ્રીબેન ખુશાલ રાજગોર, ભાવેશકુમાર રતિલાલ અાણંદ, પ્રેમીલાબેન રવજીભાઈ મહેશ્વરી, સુરેશભાઈ મગનભાઈ રામાણી, વિનોદભાઈ હંસરાજ રાજગોર, અાશમલભાઈ વિશાભાઈ માતંગ, બિપિનભાઈ જુમા સુઈયાને દોષી ઠરાવ્યા હતા. અેવું અેડવોકેટ પુપુલ અેસ. સંગારે અખબારી યાદીમાં જણાવ્યું છે.

તલાટી સહ મંત્રીઅે હિસાબો જાળવ્યા નહીં
તારણમાં જણાવાયું છે કે, કુલ ખર્ચ 2 લાખ 47 હજાર ઉપરાંત 1 લાખ 49 હજાર 880 રૂપિયા મળીને કુલ 3 લાખ 96 હજાર 680 થાય છે. રોજમેળમાં 4 લાખ 95 હજાર 880 રૂપિયા ઉધારાયા છે. અામ, વિસંગતતા જણાઈ અાવી છે. વળી બંને કામોના અલગથી ખર્ચ પત્ર રજુ કરાયા છે. પરંતુ, હિસાબો લખવાની પધ્ધતિ તલાટી સહ મંત્રી દ્વારા બરાબર જાળવવાાં અાવી નથી. જ્યારે કમ્પલિશન સર્ટીફિકેટ મુજબ વિવાદિત કામ પાછળ 2 લાખ 47 હજાર 5 રૂપિયાનો ખર્ચ બતાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...