તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નખત્રાણાના ગામડામાં વધુ 1 સંક્રમિત, તાલુકામાં કોરોનાના કુલ 6 કેસ નોંધાયા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભુજમાં વધુ એક સાજો થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ 8 દર્દી
  • જિલ્લામાં 20353 વ્યક્તિને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઈ

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી નખત્રાણા તાલુકાના ગામડામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં ગુરુવારે વધુ 1 નવા કેસનો ઉમેરો થયો છે અને ભુજ તાલુકામાંથી વધુ 1 દર્દી સાજો થઈ ગયો છે, જેથી જિલ્લામાં સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યા 8 થઈ ગઈ છે. કચ્છમાં નખત્રાણા તાલુકાના ગામડામાં 26મીઅે 1 અને 27મી અોગસ્ટે અેક સાથે 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે બાદ ફરી 30મી અોગસ્ટે નખત્રાણા તાલુકાના ગામડામાંથી જ અેક સાથે વધુ 2 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા હતા. જે બાદ હવે 2જી સપ્ટેમ્બરે વધુ 1 નવો પોઝિટિવ કેસ નખત્રાણા તાલુકાના ગામડામાંથી જ ચોપડે ચડાવાયા છે.

અામ, કચ્છ કોરોના મુક્ત થયા બાદ ફરીથી હજુ સુધી 6 પોઝિટિવ કેસ અેકલા નખત્રાણા તાલુકામાંથી જ અાવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાતમ અાઠમ મનાવવા જિલ્લા અને રાજ્ય બહારથી લોકો અાવવા લાગ્યા છે, જેથી મોટાભાગના ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ છે. જિલ્લા વહીવટી તંત્રના અાંકડાને સાચા માનીઅે તો કચ્છમાં અત્યાર સુધી કુલ 12607 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 12487 દર્દી સાજા થઈ ગયા છે. જોકે, જિલ્લામાં હજુ સુધી 282 દર્દીના મોતનું જુઠ્ઠાણું હજુ પણ ગવાય છે.

બીજી બાજુ ગુરુવારે કોરોના સામે રક્ષણ અાપતી રસીનો ડોઝ વધુ 20353 વ્યક્તિને અપાયો હતો, જેથી કચ્છમાં હજુ સુધી પ્રથમ ડોઝ લેનારી કુલ 1038068 વ્યક્તિ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસ્તારની દૃષ્ટિઅે સાૈથી મોટા જિલ્લા કચ્છમાં અેક ગામથી બીજા ગામ વચ્ચે જ અોછામાં અોછું પાંચથી સાત કિ.મી.નો અંતર હોય છે. વળી દુરદરાજના અંતરિયાળ ગામડાઅોમાં રસીકરણને સફળ બનાવવું અે કઠીન હોય છે. અામ છતાં અારોગ્ય તંત્રે 10 લાખ 38 વ્યક્તિને પ્રથમ ડોઝ અાપવામાં સફળતા મેળવી લીધી છે. જે નોંધનીય ઘટના ગણાય.

અન્ય સમાચારો પણ છે...