તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં કોરોનાની રસીના ડોઝ અપાય અે પહેલા કોરોનાથી સંક્રમિત લોકો વધતા જ રહ્યા છે, જેમાં જિલ્લામાં સોમવારે વધુ 26 પોઝિટિવમાંથી ગામડાઅોમાંથી પણ વધુ 12 અને શહેરોમાં 14 દર્દી ઉમેરાયા છે. ખાસ કરી ભુજમાં 5, અંજારમાં 3, ગાંધીધામમાં 4 અને રાપરમાં 2 પોઝિટિવ કેસ સાથે શહેરોમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જે વચ્ચે 1 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત તંત્રઅે ચોપડે ચડાવ્યું છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 3435 પોઝિટિવ કેસ ચોપડે ચડાવાયા છે, જેમાંથી હજી સુધી કુલ 3054 દર્દી સાજા પણ થઈ ગયા છે. જોકે, હજુ 264 દર્દી સારવાર હેઠળ છે. પરંતુ અફસોસની વાત અે છે કે, સરકારી કચેરીઅોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની કે મોઢે માસ્ક ચડાવી રાખવાની તકેદારી રખાતી નથી. શહેરના લોકોઅેતો ભય મૂકી દીધો હોય અેટલી હદે બેદરકાર થઈ ગયા છે, જેથી શહેરોમાં દિવસોદિવસ ચિંતાજનક રીતે કેસ વધી જ રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.