તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:ચોમાસાની ઋતુ આવતા કચ્છમાં શાળાઓ દ્વારા 1 લાખ વૃક્ષો વવાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષણાધિકારીએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને પત્ર લખી રોપા માંગ્યા
  • વિસ્તરણ વન વિભાગના નાયબ વન સંરક્ષકે નર્સરીની નામાવલિ મોકલી

કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ દ્વારા 1 લાખ વૃક્ષો વાવશે. જે માટે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને પત્ર લખી રોપાની જરૂરિયાત પૂરી પાડવા પત્ર લખ્યાના હેવાલ છે. પત્રમાં જણાવાયું છે કે, ચોમાસાની ઋતુઆવી રહી છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવાનું છે, જેથી જિલ્લાની તમામ શાળાઓને પૂરતા પ્રમાણમાં રોપાઓ મળી રહે તે હેતુસર સમગ્ર જિલ્લામાંઆવેલી નર્સરીઓને જાણ કરવા અનુરોધ છે.

તેમણે વધુમાં લખ્યું છે કે, હાલ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની સંખ્યા 2600 જેટલી છે. જે ધ્યાને લઈ વૃક્ષારોપણ સંદર્ભે 80 હજારથી 1 લાખ જેટલા રોપાઓની જરૂર છે. જેના જવાબમાં વિસ્તરણ વન વિભાગના નાયબ વન સંરક્ષકે નર્સરીની નામાવલિ મોકલી છે, જેમાં ભુજ તાલુકા માટે મોચીરાઈ નર્સરી, ભચાઉ તાલુકા માટે નવાગામ નર્સરી, અંજાર તાલુકા માટે પ્રભુકૃપા નર્સરી અને સાપેડા નર્સરી, મુન્દ્રા તાલુકા માટે સાડાઉ નર્સરી, માંડવી તાલુકા માટે ધૂણઈ નર્સરી અને શિરવા નર્સરી, અબડાસા તાલુકાના નલિયા માટે ભેદી નર્સરી અને ભવાનીપર નર્સરી, નખત્રાણા તાલુકા માટે મથલ નર્સરી અને સાંયરા નર્સરી, લખપત તાલુકા માટે દયાપરથી કૈયારી નર્સરી અને દયાપર નર્સરી, રાપર તાલુકા માટે રાપર સેન્ટ્રલ નર્સરી અને નીલપર નર્સરી સહિત 15 નર્સરીની નામાવલી મોકલવામાંઆવી છે.

દરેક શાળામાં ઓછામાં ઓછા 25 રોપા વાવશે
જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિએ દરેકઆચાર્યને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 23મી જૂને સમગ્ર જિલ્લામાં સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી સમાજને પર્યાવરણ જાળવણી અને જાગૃતિ માટેનો સંદેશ અપાય. શાળા હરિયાળી બનાવાય. 23મી જૂને જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના હસ્તે ભુજ તાલુકાના માધાપરનીએમ.એસ.વી. હાઈસ્કૂલમાં સવારે 10 વાગે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.એ જ દિવસે દરેક શાળા ઓછામાં ઓછા 25 વૃક્ષોનું રોમપણ કરે. જે માટે રોપા મેળવવા સંબંધિત નર્સરીનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...