નિરંકુશ કોવિડ:કચ્છમાં કોરોનાથી 1નું મોત, એક જ દિવસમાં વધુ 32 પોઝિટિવ કેસોમાં શહેરોના 22 અને ગામડાના 12 : આંક 1754 પહોંચ્યો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભુજ અને ગાંધીધામમાં 7-7, અંજારમાં 5, માંડવીમાં 2 અને રાપરમાં 1 કેસ
  • વધુ 29 લોકો સાજા થયા પણ રિકવરી રેટ ઘટ્યો હોય તેમ હાલે 333 દર્દી સારવાર હેઠળ

કચ્છમાં વિકરાળ રૂપ લઈ લીધેલા કોરોનાથી શુક્રવારે 1નું મોત વહીવટ તંત્રએ જાહેર કર્યું છે. જોકે, 40 દર્દીઓની સ્થિતિ છુપાવી છે, જેથી કોરોનાથી અત્યાર સુધી 97ના મોતને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે. બીજી તરફ જિલ્લામાં વધુ 34 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરોના 22માંથી ભુજ અને ગાંધીધામમાં 7-7, અંજારમાં 5, માંડલીમાં 2 અને રાપરમાં 1 કેસ છે. એ ઉપરાંત ગામડાઓમાં 12માંથી તાલુકા મુજબ 4 મુન્દ્રામાં, 2 ભુજમાં, અબડાસા, ભચાઉ, લખપત, માંડવી, નખત્રાણા અને રાપરમાં 1-1 કેસ બતાવ્યો છે. જોકે, વધુ 29 દર્દી સાજા થયા છે. કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 1754 પોઝિટિવ કેસમાંથી કુલ 1324 દર્દી સાજા થઈ ગયા છે. હજુ 333 દર્દી સારવાર હેઠળ છે. જોકે, વહીવટ તંત્રએ અત્યાર સુધી કુલ મોત 57 બતાવ્યા છે. પરંતુ, 40 દર્દીઓની સ્થિતિ જણાવી નથી, જેથી 57 વતા 40 મળી કુલ 97 મોતને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે.

ખાનગી હોસ્પિટલની સ્થિતિ
ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલ04
ભુજ સેન્ટ્રલ હોસ્પિટલ01
ભુજ જે. કે. હોસ્પિટલ01
કુલ06
તાલુકા મુજબ સ્થિતિ
તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
અબડાસા00010100
અંજાર05000504
ભચાઉ00010100
ભુજ09011009
ગાંધીધામ07000706
લખપત00010100
માંડવી02010304
મુન્દ્રા00040402
નખત્રાણા00010100
રાપર01010200
કુલ22123429
નિશુલ્ક હોસ્પિટલમાં ખાલી બેડ
ભુજ જી. કે. જનરલ હોસ્પિટલ033
અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ002
માંડવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ020
ગાંધીધામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ005
ન્યૂ હરિઓમ ટ્રસ્ટ, ગાંધીધામ022
મુન્દ્રા એલાયન્સ હોસ્પિટલ050
આદિપુર હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ002
ગડા વાયબલ હોસ્પિટલ112
અબડાસા રાતા તળાવ016
મસ્કા એન્કરવાલા હોસ્પિટલ030
સી.એચ.સી. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર200
કુલ517

આદિપુરના વયોવૃધ્ધે કોરોનાને મ્હાત આપી
આદિપુરના વયોવૃધ્ધ જોહરાબેનની તબિયત લથડતાં તા.૪/૯/ના મસ્કાની એન્કરવાલા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ઓકિસજન લેવલ ઓછું રહેતાં આઇસીયુમાં દાખલ કરાયા હતા. તેમની સારવાર દરમિયાન ઈંજેકશન રામડેસીવીર પણ આપવામાં આવ્યા હતા. તેમની ઓકિસજનની જરૂરિયાત ઓછી થવાની સાથે સ્વસ્થ થઇ જતાં હોસ્પિટલમાંથી
રજા અપાઇ હતી.

ખાવડા બીએસએફના જવાનનું શંકાસ્પદ કોરાનાથી મોત
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ખાવડા 150 બટાલીયનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય આર. મુથ્થુ શ્રીરામનનું ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. હતભાગીને 2 દિવસથી તાવ અને શ્વાસની તકલીફ હતી, જેથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે વીસેરા જામનગર મોકલવા તજવીજ હાથ ધરી હતી.

જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને તબીબ પતિને કોરોના
ભુજ શહેરમાં ગાયનોલોજીસ્ટ ડોક્ટર નિર્મલા શર્મા અને ડો. દેવજ્યોતિ શર્માના સેમ્પલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

શૈક્ષણિક સ્ટાફને કોરોનાથી 3 પ્રાથમિક શાળા બંધ
ભુજની શાળા નંબર 15ના શિક્ષક ઉપરાંત માધાપર કન્યા શાળા અને હિતેન ધોળકિયા સ્કૂલના આચાર્યના સેમ્પલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરવામાં આવી છે. શિક્ષકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...