તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા અણસાર:કોરોનાની બીજી લહેરમાં પહેલીવાર 0 કેસ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 13 દર્દી સાજા થયા, હોસ્પિટલમાં સારવાર હેઠળ 49 દર્દી : લોક ડાઉન અને કર્ફ્યૂમાં ક્રમશ: છુટછાટ બાદ સારા અણસાર

કચ્છમાં નવો અેક પણ સંક્રમણનો કેસ નોંધાયો નથી. બીજી બાજુ વધુ 13 દર્દી સાજા થઈ ગયા, જેથી હવે હોસ્પિટલમાં 49 દર્દી સારવાર હેઠળ રહ્યા છે. અામ, લોક ડાઉન અને કર્ફ્યૂમાં ક્રમશ: છુટછાટ મળ્યા બાદ પણ સારા અણસાર વર્તાઈ રહ્યા છે. કચ્છમાં અેક બાજુ હોસ્પિટલમાંથી સાજા થનારા દર્દીઅોની સંખ્યા વધી રહી છે.

બીજી બાજુ નવા સંક્રમણના કેસ ઘટતા ઘટના શૂન્ય ઉપર પહોંચી ગયા છે. અા પહેલા લોકડાઉન અને કર્ફ્યૂમાંથી ક્રમશ: વધુને વધુ મુક્તિ મળતા મળતા હવે કર્ફ્યૂ માત્ર રાત્રિના 10થી સવારના 6 સુધી જ રહ્યો છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 12577 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 12416 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 282 દર્દી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

અાજે કચ્છમાં રસી નહીં અપાય
કચ્છમાં સોમવારે વધુ 6130 લોકોને રસી અપાઈ હતી, જેથી અત્યાર સુધી રસી લેનારાની સંખ્યા 4 લાખ 81 હજાર 769 થઈ ગઈ છે. જોકે, અાજે મંગળવારે કોલ્ડ ચેઈન મેન્ટનાન્સની કામગીરી કરવાની હોઈ કોવિડ રસીકરણની કામગીરી બંધ રહેશે. અેવું જિલ્લા પંચાયતના વહીવટી વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું છે.

રાજકીય કાર્યક્રમમાં સંયમ જરૂરી
કચ્છમાં પ્રથમ લહેરમાં સંક્રમણાના કેસો નોંધાતા બંધ થયા બાદ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો યોજાવા લાગ્યા હતા, જેમાં રાજકારણીઓએ પોતપોતાના કાર્યક્રમમાં સંયમ જાળવ્યો ન હતો. જે ભૂલ બીજી વખત ન દોહરાવે તો સારા પરિણામ મળશે.

લોકો અને કોરોના વોરિયર્સને અભિનંદન : સાંસદ
સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમાં સોમવારે એક પણ નવો સંક્રમણનો કેસ ન નોંધાતા ખુશી દર્શાવીને પ્રજાના સંયમ થકી અને કોરોના વોરિયરના અથાગ પ્રયાસોથી સંભવ બન્યાનું જણાવી અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...