તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:નિયમોને નેવે મુકી કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી વાયોરની સિમેન્ટ કંપની

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની સામે પગલા ભરવા 5 દિવસની મહેતલ, નહિંતર આંદોલન
  • લોકલ મજૂર અને ટ્રક યુનિયનની જિલ્લા સમાહર્તાને રાવ

અબડાસા તાલુકાના વાયોર નજીક અાવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા નિયમોને નેવે મુકી કેમિકલ વેસ્ટનો નિકાલ કરાતાં મોટાપાયે પ્રદૂષણ ફેલાતું હોઇ લોકલ મજૂર અને ટ્રક યુનિયને અા કંપની સામે પગલા ભરવા કલેક્ટરને રજૂઅાત કરી છે અને જો 5 દિવસમાં કોઇ પગલા નહીં ભરાય તો અાંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

કંપનીના કિંલ્કર વેસ્ટ, સિમેન્ટના વેસ્ટની રજ, જેમાં કેમિકલ વધુ માત્રામાં હોય છે. અા વેસ્ટ કંપની દ્વારા નજીકમાં અાવેલા 4 તળાવમાં નાખવામાં અાવતાં દૂધાળા પશુઅોમાં અાંખના રોગચાળાઅે દેખા દીધી છે. કેમિકલ વેસ્ટ સરકારી જમીન, ગાૈચર જમીનમાં ખુલ્લામાં ખાલી કરાતાં પશુધન માટે ચરિયાણનો પ્રશ્ન વિકટ બન્યો છે.

વધુમાં ખેતીની જમીન, વનસ્પતિ, ઘાસચારાને નુકસાન થાય છે. કેમિકલ યુક્ત ડસ્ટના ઢગલમાંથી રજ ઉડતાં અાસપાસના સારંગવાડો, બોઅા, પધ્ધરવાડી સહિતના ગામોના લોકોમાં ચામડી તથા શ્વાસના રોગોનું પ્રમાણ વધ્યું છે. અધુરામાં પૂરું કેમિકલ યુક્ત પાણી ગામના જ ખારા નામના તળાવમાં રાત્રિના ભાગે છોડવામાં અાવે છે, જે પાણી પશુઅો પીવે છે. અા કૃત્યના પગલે કંપની સામે પગલા ભરવા લોક મજૂર અને ટ્રક યુનિયને કલેક્ટરને અાવેદન પાઠવી રજૂઅાત કરી છે.

કેમિકલ વેસ્ટના ઢગલામાં ફસાતા પશુઅો
અલ્ટ્રાટેક કંપની મનમાની ચલાવી રહી છે અને સરકારી જમીન તથા ચરિયાણ વિસ્તારમાં મનફાવે તેમ કેમિકલ વેસ્ટના ઢગલા કરી નાખતાં ચરિયાણ માટે અાવતા પશુઅો ફસાઇ જાય છે. તાજેતરમાં અેક ભેંસ ફસાઇ ગઇ હોવાનું યુનિયનના પ્રમુખ પ્રતાપસિંહ ખેતુભા ચાવડાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...