અતિક્રમણ દુર કરવા રજૂઆત:નલિયામાં દબાણકામો બેફામ : તળાવ પાસે કાચા-પાકા બાંધકામ

નલિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અતિક્રમણ દુર કરવા નાયબ કલેક્ટર, મામલતદારને રજૂઅાત કરાઇ

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં દબાણકારો બેફામ બન્યા છે અને ગામના મુખ્ય તળાવો પાસે જ કાચા બાદ પાકા બાંધકામો ચણી દેવાતાં અતિક્રમણ દુર કરવા પ્રાંત અધિકારીને રજૂઅાત કરાઇ છે.

ગામના ત્રણેય તળાવની અાસપાસમાં હનુમાન મંદિર, ગાયત્રી મંદિર, કાશી વિશ્વનાથદ મંદિર, શીતળા માતાજી મંદિર સહિતના વર્ષો જૂના મંદિરો અાવેલા છે. હાલે અા તળાવોની અાસપાસ દબાણો ખડકાઇ જતાં જયારે તળાવ અોગને છે ત્યારે તેના પાણીનો નિકાલ પણ ભાનુશાલીનગરમાં જવા માટેના જાહેર રસ્તા પર કરાય છે. ભાનુશાલીનગર જવા માટેના મુખ્ય માર્ગ અને તળાવની પાળ ઉપર મોટાપાયે કાચા-પાકા બાંધકામો ખડકી દેવાયા છે. પ્રારંભે કાચા દબાણો બાદ પાકા બાંધકામો કરી, તેનો કોમર્શીયલ ઉપયોગ કરાય છે તો વળી અમુક તત્વો તો અાવા ગેરકાયદે બાંધકામો બાદ ભાડાપટ્ટે પણ અાપી દે છે. વધુમાં મંદિરની દિવાલને કોતરીને ફોર વ્હીલર ગાડીઅો પાર્ક કરવા માટે શેડ બનાવી દીધા છે. ઉપરાંત કાંટાળી વાડ બનાવીને તેમાં ટ્રકો પણ ઉભી રાખવામાં અાવી રહી છે તો કયાંક વાડા બનાવીને તેમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરા પૂરવામાં અાવે છે. તળાવમાં અાવેલો ધમાણી કુવો ગામના લોકો માટે પીવાના પાણીનો અેકમાત્ર સ્ત્રોત છે પરંતુ દબાણકારોઅે ગંદકી ફેલાવી અા કુવાના પાણી પણ દૂષિત કરી નાખ્યા છે. તળાવની પાળ ઉપર ગેરેજ બનાવી તેના પેટ્રોલીયમ પદાર્થો વગેરેનો નિકાલ પણ તળાવમાં કરાતાં ગંદકીના ગંજ ખડકાયા છે. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર અને મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત અને મામલતદારને લેખિત રજૂઅાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...