ઉનાળાની મધ્યાહને જ કચ્છમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે ત્યારે છેવાડાના અબડાસા તાલુકામાં પાણીની કટોકટી જોવા મળી રહી છે.તાલુકાના મોટી બાલાચોડ ગામે છેલ્લા 4 દિવસથી પાણી ન આવતા પશુઓ સહિત લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
અબડાસાના મોટી બાલાચોડ ગામમાં છેલ્લા 4 દિવસથી પાણી આવતું નથી જેના કારણે 2 કિલોમીટર દૂર સીમાડામાં પશુધન માટે બનાવેલા પાણીના અવાડા ખાલી થઈ ગયા છે,જેથી પશુઓ પાણી માટે ટળવળી રહ્યા છે.કોટડા રોહાથી આવતી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પાણી ન આવતા પશુઓ માટે આ વિકટ સ્થિતિ સર્જાઈ છે તેમજ 800 લોકોની વસ્તી ધરાવતા ગામના લોકોને પણ પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
જળના અભાવે લોકો કરકસરકરીને પાણીનો બચાવ કરી રહ્યા છે આ બાબતે ગામના સરપંચ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે,પાણી પુરવઠા વિભાગને આ અંગે જાણ કરી દેવાઈ છે અને ગામમાં સ્વતંત્ર પાણીનો બોર મંજુર થયો છે અને તે 10 - 15 દિવસમાં શરૂ થઈ જવાથી પીવાના પાણીની અને પશુના અવાડાની સમસ્યા દૂર થઈ જશે તેવું કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.