એજન્સીઓમાં દોડધામ:શેખરણપીર ટાપુ નજીકથી શંકાસ્પદ શખ્સ જબ્બે

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેજન્સીઅોનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ છતાંય યુવક અહીં સુધી પહોંચી અાવતા અાશ્ચર્ય !
  • પ્રાથમિક તપાસમાં યુવક પોતે અાસામનો રહેવાસી હોવાની BSF સમક્ષ આપી કેફીયત

કચ્છ સરહદે અરબસાગર કિનારે બિનવારસુ ચરસ, માછીમારી બોટ અને અન્ય સામાન વારંવાર પકડાઇ રહયા છે. અા દરમિયાન રવિવારના શેખરનપીર ટાપુ પાસેથી બી.અેસ.અેફ.ના જવાનોને અેક યુવક મળતા કચ્છ સરહદે તૈનાત અેજન્સીઅોમાં દોડધામ મચી ગઇ હતી. સુરક્ષા અેજન્સીઅોની રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ વચ્ચે અા યુવક ટાપુ પર કેવી રીતે પહોંચ્યો તે સવાલ ખડો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ શેખરનપીર ટાપુ પાસેથી બી.અેસ.અેફ.ને મળેલો અા શખ્સ અખ્તર હુશેન નામ બોલતો અને અાસામાનો રહેવાસી હોવાનું પ્રાથમિક પુછપરછમાં બતાવી રહ્યો છે.

હાલ બી.અેસ.અેફ.અે શંકાસ્પદ યુવકની નલિયા મધ્યે મેડકીલ કરાવવા માટે વાયોર પોલીસને સુપ્રત કર્યો છે. સુરક્ષા અેજન્સીઅો માટે મોટો અે પ્રશ્ન છે કે, અા યુવાન અખતર હુશેન છેક શેખરન પીર પાસે પહોંચ્યો કઇ રીતે. સુત્રોના મતે પકડાયેલો યુવાન વધુ કાંઇ બોલતો નથી અને બી.અેસ.અેફ. પણ અા અંગે વધુ કોઇ ફોડ પાડયો નથી.

અા રીતે સરહદ સુધી જવાન પહોંચ્યો અને પકડાયો અે ગંભીર માનવામાં અાવે છે. નોંધનીય છે કે, છેલ્લા બે સપ્તાહથી ચરસના બિનવારસુ પેકેટ અે પૂર્વે બિનવારસુ માછીમારી બોટ મળી હોવાથી સુરક્ષા અેજન્સીઅો રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે તેમ છતાંય અાસામનો કહેવાતો અા યુવક શેખરનપીર સુધી કેવી રીતે પહોંચી ગયો.

અન્ય સમાચારો પણ છે...