ભુજ:કોઠારામાં ઘઉનો જથ્થો શંકાસ્પદ માલ તરીકે પોલીસે કબ્જે કર્યો

નલિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 60 બાચકા ઘઉં રાશનની દુકાનના નથી : મામલતદાર

અબડાસા તાલુકાના કોઠારામાં વાજબી ભાવની દુકાનેથી 60 બાચકા ઘઉં વાહન મારફતે લઇ જવાતા હોવાની બાતમીથી પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા. કોઠારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. હરદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોઠારામાં રાશનની દુકાનેથી ઘઉં વાહન મારફતે લઇ જવાતા હોવાની બાતમી મળતાં પોલીસ સ્ટાફ સાથે તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે, 60 બાચકા ઘઉં કોઇ રાશનની દુકાનેથી નહીં પરંતુ એક ઘરમાંથી વાહનમાં નાખવામાં આવ્યા હતા, જેથી નલિયા માલતદાર ડામોરને જાણ કરાતાં તેઓ પણ કોઠારા દોડી આવ્યા હતા. મામલતદારે તપાસ કરી, ઘઉંનો જથ્થો રેશનિંગનો ન હોવાનો રીપોર્ટ આપ્યો હતો. તેમ છતાં શંકાના આધારે પોલીસે કલમ 41 (1) (ડી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું પી.એસ.આઇ. જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...