તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ :ખદ:સુજાપર સીમમાં વણફૂટેલો ટોટો ખાઈ જતાં ગાય મોતને ભેટી

નલિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગાય ચરતા ચરતા ઘાસ સાથે વણફૂટેલો ટોટો ખાઈ જતા તેના મોઢા તેમજ જીભમાં ગંભીર ઈજાઓ થઈ હતી. - Divya Bhaskar
ગાય ચરતા ચરતા ઘાસ સાથે વણફૂટેલો ટોટો ખાઈ જતા તેના મોઢા તેમજ જીભમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
 • આવું કૃત્ય કરનારાઓ સામે જીવદયાપ્રેમીઓમાં રોષ

અબડાસા તાલુકાના સુજાપર ગામની સીમમાં બપોરના સમયે ગાય ચરતા ચરતા ઘાસ સાથે વણફૂટેલો ટોટો ખાઈ જતા તેના મોઢા તેમજ જીભમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેના પગલે ગાયના માલિક જાડેજા મહેન્દ્રસિંહ બહાદુરસિંહે બાડીયા ગામથી ડોક્ટરને બોલાવ્યા હતા. ગાયને તાત્કાલિક ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેને અહિંસા ધામ,પ્રાગપર મોકલવા માટે વાહનની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ ગામથી નીકળતા જ થોડે દૂર જ ગાયનો ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું.

જેના પગલે ગૌ પ્રેમીઓમાં દુઃખ સાથે રોષની લાગણી ફેલાઈ હતી. ગામની સીમમાં નિર્દોષ પ્રાણીઓને મારવા માટે ટોટા રાખનારાઓ સામે તપાસ સાથે સખત કાર્યવાહી કરવાની માંગ લોકોમાં ઊઠી હતી. ગાયો હજી પણ સીમમાં ઘાસ ચરવા જાય છે ત્યારે આવી ઘટનાઓ ફરીથી ન થાય તે માટે સખત પગલા ભરવામાં આવે તેમજ પશુઓ માટેના હરતા ફરતા દવાખાનાઓ ક્યારે પશુઓની સારવારમાં કામ આવશે તેવી ચર્ચા પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો