ભુજ:અબડાસામાં વધુ 10 લોકોના રેન્ડમ સેમ્પલ લેવાયા

નલિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. હવે તંત્ર દ્વારા રેન્ડમ ટેસ્ટની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં મંગળવારે અબડાસામાં વધુ 10 રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં લક્ષણો ધરાવતા તથા બહારના લોકોના પણ ટેસ્ટ કરાયા હતાં.પીએચસી કોઠારા ખાતે કોરોના અંગે ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી. ફાર્માસીસ્ટ હરેશ ચાૈધરીએ જણાવ્યું હતું  કે અબડાસામાં હવે રેન્ડમ ટેસ્ટની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં મંગળવારે 10 ટેસ્ટ લેવાયા હતાં. જેમાં લક્ષણો ધરાવતા દર્દીઓ, સગર્ભા બહેનો તથા બહારથી આવતા લોકોનો પણ સમાવેશ થાય છે. અહીંથી ટેસ્ટ લઇ તેના પરીક્ષણ માટે ભુજ જીકેમાં મોકલવામાં આવે છે. અત્યારસુધી અબડાસામાં 250 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...