તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘઉંનું મબલખ ઉત્પાદન:અબડાસાના નલિયામાં ટેકાના ભાવે 5 હજાર કટ્ટાની ખરીદી; 120 ખેડૂતોને એસ.એમ.એસ. મોકલીને તાલુકા મથકે બોલાવાયા

નલિયા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ વિસ્તારના 785 ખેડૂતોએ ઘઉંના વેંચાણ માટે કરાવી નોંધણી

અબડાસા તાલુકાના નલિયામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઇ છે અને અત્યાર સુધી 5 હજાર કટ્ટા ઘઉંની ખરીદી કરવામાં આવી છે. તાલુકાના કોઠારા, રવા, બિટીઆરી, સાંધવ, પરજાઉ, લાલા, બુડિયા, કનકપર, નાગોર, બેરાચિયા સહિતના ગામોમાં મોટાપાયે ઘઉંનું વાવેતર કરાયું છે અને ઉત્પાદન સારૂં થયું છે.

દરવર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરાતી હોય છે, જેના ભાગરૂપે નલિયામાં અત્યાર સુધી 5 હજાર કટ્ટા ઘઉંની ખરીદી કરાઇ છે. ઘઉંના વેંચાણ માટે 785 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેઓને સમયાંતરે બોલાવતા હોય છે અને અત્યાર સુધી 120 ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરી બોલાવાયા છે. ઘઉંના જથ્થાનો સંગ્રહ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 400 મેટ્રીક ટનની ક્ષમતાવાળા ગોદામમાં કરવામાં આવી રહ્યો હોવાનું આર.આર. પરમારે જણાવ્યું હતું.

માત્ર 30 ગુણી માલ ખરીદ કરાતાં ખેડૂતોમાં નારાજગી
સરકાર દ્વારા જે-તે ખેડૂત પાસેથી માત્ર 60 બાચકા એટલે કે, 30 ગુણી ઘઉંની જ ખરીદી કરવામાં આવે છે, જેથી જે ખેડૂતો પાસે તેનાથી વધુ ઉત્પાદન થયું હોય તો 30 ગુણી ઉપરાંતના માલના વેંચાણ માટે અન્યત્ર ભટકવું પડે છે, જેથી આ મર્યાદા દૂર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો