તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાતિલ ઠંડી યથાવત:નલિયા 2.7 ડિગ્રીથી ધ્રુજ્યું: આજે વિક્રમ તૂટવાની વકી

નલિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અબડાસામાં સતત બીજા દિવસે બરફની છારી જોવા મળી

સપ્તાહના ઉઘડતા દિવસે સોમવારે 3.2 ડિગ્રી સાથે કાતિલ ઠારના સકંજામાં જકડાયેલા નલિયામાં પારો અડધો આંક ઘટીને 2.7 થતાં ડંખીલી ઠંડી યથાવત રહી હતી. શીત નગરની પાસે આવેલા બિટ્ટા ગામમાં પણ કડકડતી ટાઢ પડતાં સોલાર પેનલ પર બરફની છારી જામી ગઇ હતી. કચ્છના તમામ હવામાન મથકોએ ચાલુ મોસમમાં પ્રથમવાર એક આંકે ઠાર પડ્યો હતો જેને લઇને જન જીવન પર અસર પડી હતી.ડિસેમ્બર માસ પૂરો થવાના આરે છે ત્યારે છેલ્લા બે સપ્તાહ કરતાં વધુ સમયથી કાતિલ ઠારમાં જકડાયેલા નલિયા ખાતે 18 ડિસેમ્બરે 2.5 ડિગ્રી સાથે પડેલી દાયકાની વિક્રમ જનક ઠંડીની નજીક પારો પહોંચીને 2.7 જેટલો થતાં આ પંથકના લોકો હવે ટાઢથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

દિવસભર ઉત્તર દિશાએથી કલાકના 3 કિલો મીટરની ઝડપે ફૂકાયેલા પવન અને મહત્તમ 24.1 રહેવા ઉપરાંત સાંજે ભેજનું પ્રમાણ માત્ર 16 ટકા રહેતાં સૂકો ઠાર અનુભવાયો હતો. નલિયાની બાજુમાં આવેલા બિટ્ટા ગામમાં વહેલી સવારે સોલાર પેનલ પર બરફની છારી જોવા મળી હતી જે ઠંડીની તીવ્રતા કેટલી હશે તે સૂચવી જાય છે.ગાંધીનગરની સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે ઠરેલા કંડલા એરપોર્ટ મથકે પારો બે આંક ઉંચકાઇને 7.5 રહ્યો હતો તેમ છતાં કાતિલ ઠારમાં ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારો ઠુંઠવાયા હતા. સાંજે માત્ર 15 ટકા જેટલો ભેજ, મહત્તમ તાપમાન 24.3 ડિગ્રી અને 10 કિલો મીટરની ગતિએ ફુંકાયેલા ઓતરાદા પવને દિવસે પણ શિયાળાની આણ વર્તાવી હતી જેને લઇને સૂર્ય પ્રકાશે લોકોને શેક આપવાનું કામ કર્યું હતું.

કંડલા પોર્ટ પર પણ 9.5 ડિગ્રી સાથે ઠંડીનો અસલી મિજાજ જોવા મળ્યો હતો. સમુદ્રી તટ હોવા છતાં સાંજે ભેજ માત્ર 25 ટકા જેટલોજ રહ્યો હતો તેની સાથે તેની સાથે 6 કિલો મીટરની ઝડપે ઓતરાદો પવન ફુંકાયો હતો જેને લઇને ઠારને ધાર મળી હતી.જિલ્લા મથક ભુજમાં પારો એક આંકથી વધુ નીચે સરકતાં રાત્રે 9 ડિગ્રી જેટલી ઠંડી સાથે શહેરીજનો ઠુંઠવાયા હતા. સૂર્યાસ્ત થતાં જ ઠંડી જોર પકડતી હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેરની બજારોમાં ગ્રાહકોની ચહલ પહલ નહિવત બની છે તો રાત્રે 11 વાગ્યા બાદ મોટા ભાર્ગના જાહેર માર્ગો સૂમસામ ભાસે છે.

મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહ્યું હતું જ્યારે સાંજે 15 ટકા જેટલા ઓછા ભેજ અને દિવસે 3 કિલો મીટરની ગતિએ ઉત્તર-પૂર્વ દિશાએ ફુંકાયેલા પવન સાથે દિવસે પણ ઠંડીની હાજરી રહી હતી.કચ્છના તમામ હવામાન મથકે પ્રથમવાર પારો એક આંકમાં: ભુજ 9, કંડલા એરપોર્ટ 7.5, કંડલા પોર્ટ 9.5 ડિગ્રી સાથે ઠર્યાં.

કચ્છના તમામ હવામાન મથકે પ્રથમવાર પારો એક આંકમાં: ભુજ 9, કંડલા એરપોર્ટ 7.5, કંડલા પોર્ટ 9.5 ડિગ્રી સાથે ઠર્યાં

હાડ થીજાવતી ઠંડીના પગલે શીત નગર પાસેના બિટ્ટામાં સોલાર પેનલ પર બરફની છારી બાજી
કાતિલ ઠારની ઝપેટમાં આવેલાં અબડાસામાં સોમવારે ધૂફી સહિતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે બરફની છારી જામેલી જોવા મળી હતી. આ સીલસીલો બીજા દિવસે જારી રહ્યો હતો અને મંગળવારે પણ તાલુકાના બિટ્ટા તેમજ અમુક ગામડાઓમાં છારી રૂપે બરફ જામેલો જોવા મળ્યો હતો જેને લઇને ગ્રામીણ લોકોમાં કૌતૂક ફેલાયું હતું. સતત પડી રહેલા ઠારે ગ્રામ્ય જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ચાલુ માસે નલિયામાં દાયકાની સૌથી વધુ ઠંડી પડી હતી
નલિયામાં ચાલુ માસની 18 તારીખે દાયકાનો વિક્રમ તોડતી 2.5 ડિગ્રી સાથે કડકડતી ઠંડી પડી હતી. તેના 11 દિવસ બાદ મંગળવારે પારો આ વિક્રમની નજીક પહોંચીને 2.7 સાથે નજીવો દૂર રહ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે જારી કરેલી યાદી મુજબ આજે નલિયામાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે જેને લઇને પારો 2.5 ડિગ્રી કરતાં પણ નીચે જઇને વિક્રમ જનક ઠાર પડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો